વડાપ્રધાન અંગે વાંધાજનક ટીપ્પણી કરનારા ગોપાલ ઈટાલિયાને નોટિસ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 12:19:42
  • Views : 564
  • Modified Date : 2022-10-11 12:19:42

     ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓનો પ્રચાર પૂરજાેશમાં છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સામસામે આક્ષેપો થઈ રહ્યાં છે. દિલ્હીના મુખ્ય મંત્રી અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલના નિવેદનને લઈને થયેલા વિવાદ બાદ હવે ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાના વીડિયોનો નવો વિવાદ ઉભો થયો છે. વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાને નોટિસ ફટકારી છે. વિવાદીત વીડિયો મામલે ઈટાલિયાએ દાવો કર્યો છે કે, આ ચાર વર્ષ જૂનો વીડિયો છે. ભાજપ ડરી ગયો છે અને એટલે રોજ નવા ગતકડાં કાઢે છે.ભાજપના રાષ્ટ્રીય સૂચના અને ટેકનૉલૉજી વિભાગના પ્રમુખ અમિત માલવીયાએ ટ્‌વીટ કરેલા વીડિયોને લઈને વિવાદ ઊભો થયો છે. જે વીડિયોમાં ગોપાલ ઈટાલિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રશ્ન કરે છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, ઈટાલિયાએ વડા પ્રધાનને અપશબ્દ કહ્યા. ભાજપના અન્ય નેતાઓએ પણ ગોપાલ ઈટાલિયા પર પીએમ મોદી અને ગુજરાતની જનતાનાઅપમાનના આરોપ લગાવ્યા છે.ગોપાલ ઈટાલિયાએ આ વિવાદ મામલે ખુલાસો કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં થતી જનસભાઓમાં અરવિંદ કેજરીવાલને ઐતિહાસિક પ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે આમ આદમી પાર્ટીનું સમર્થન વધી રહ્યું છે અને જનતાનો કેજરીવાલ માટે પ્રેમ જાેઈને ભાજપ ડરેલો છે. એટલે દરરોજ નવા ગતકડાં કાઢે છે.ઈટાલિયાએ કહ્યું કે,પાછળા દિવસોમાં કેટલાંક વીડિયો લાવ્ચા જેમાં મને અને ઈસુદાન ગઢવીને નિશાન બનાવાયા. ફરી પાછા બીજા વીડિયો ઊઠાવી લાવ્યા છે. ભાજપ ચાર વર્ષ જૂનો વીડિયો બતાવી રહ્યો છે. મારી ભાષા ભાજપ જેટલી સારી નથી. હું એક ગામડાનો નાનો માણસ છું. ભાજપ જેવી સારી ભાષા ન આવડે.ઈટાલિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાતની જનતા ૨૭ વર્ષનો ભાજપ સરકારનો હિસાબ માગી રહી છે, જનતા જવાબ માગે તોગોપાલ ઈટાલિયાનો વીડિયો જુઓ. બેરોજગાર યુવાનો નોકરી માગી રહ્યા છે, ખેડૂતો પૂછે છે કે તેમને આપઘાતથી છૂટકારો ક્યારે મળશે, ક્યારે સિંચાઈનું પાણી અને ૧૨ કલાક વીજળી મળશે, લોકો પૂછે છે કે મોંઘવારીથી છૂટકારો ક્યારે મળશે, લઠ્ઠાકાંડના આરોપીઓને જેલ ભેગા ક્યારે કરશો ? અને ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં પેપરો કેમ ફૂટે છે તે બાબતે ઈટાલિયાએ અણીયારા સવાલ ઉઠાવ્યા છે.સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહી રહ્યા છે કે, પીએમ નરેન્દ્ર મોદી નીચ વ્યક્તિ છે. હું તેની પુષ્ટી કરતો નથી, પરંતુ અહીં ચૂંટણી ચાલી રહી છે અને બધા પાસેથી એ જાણવા માંગુ છું કે શું ભૂતકાળમાં કોઈપણ પીએમએ મત મેળવવા માટે આવો ડ્રામા કર્યો હતો. આવા નીચ વ્યક્તિ અહીં રોડ શો કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક વાંધાજનક શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને આ મામલે ૧૩ ઓક્ટોબરના રોજ સુનાવણી માટે બોલાવ્યા છે. સમન્સની અવગણના કરવામાં આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ઈટાલિયાની ભાષાને લઈને પ્રહારો કર્યા છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્‌વીટ કર્યું છે કે, કેજરીવાલનો જમણો હાથ અને આપ ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કેજરીવાલના સ્તરે ઉતરી ગયા છે. પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરીને ગુજરાતના ગૌરવ અને ધરતીપુત્રને અપશબ્દો બોલવા એ દરેક ગુજરાતીનું અપમાન છે. જેમણે ભાજપને મત આપ્યા છે.

Download Our B K News Today App



Related News