સ્વિમ સૂટ પહેરી રાતોરાત ફેમસ થઇ ગયા હતાં નૂતન.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 13:46:38
  • Views : 578
  • Modified Date : 2019-06-04 13:47:22

નૂતન બોલિવૂડની તે અદાકારાઓમાંથી એક છે જેઓ તેમનાં સમયમાં ખુબજ અવ્વલ દરજ્જાનાં એક્ટર હતાં. તે બંગાળી અને હિન્દી ફિલ્મોમાં જાણીતા એક્ટ્રેસ શોભના સમર્થની દીકરી છે. બોલિવૂડમાં આવતા પહેલાં શોબનાએ નૂતનને સ્વિટઝરલેન્ડ ફક્ત એટલે મોકલ્યા હતાં કે તેઓ તેમનું એક્ટિંગનું ભણતર પૂર્ણ કરી શકે. 40નાં દાયકામાં એક્ટિંગ વિષે ભણવા માટે તે વિદેશ ગયા હતાં આ પોતે જ એક મોટી વાત છે.બહારથી ભણીને તેઓ અભિનય અને સિનેમાની શિક્ષા લઇ આવ્યા અને બોલિવૂડમાં આવીને સહજ થઇ ગયા. તે સમયમાં તે તમામ ટેક્નિક્સ વાપરવામાં આવતી હતી જે યૂરોપિયન સિનેમા ક્યારનું પાછળ છોડી ચુક્યું હતું. એવામાં બોલિવૂડમાં તેમની ચર્ચા હતી તેમની એક્ટિંગ પણ અવ્વલ દરજ્જાની હતી. પણ તેમનાં એક આઉટફિટે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા.1958માં આવેલી ફિલ્મ 'દિલ્હી કા ઠગ' ફિલ્મમાં નૂતને એક સ્વિમિંગ કોચનો રોલ અદા કર્યો હતો આ સમયે તેઓ ફિલ્મમાં સ્વિમિંગ શૂટમાં નજર આવ્યા હતાં. આ પહેલી ફિલ્મ હતી જ્યારે તેઓ ઓન સ્ક્રિન સ્વિમશૂટમાં નજર આવ્યા. આ ફિલ્મે તેમને રાતોરાત ફેમસ બનાવી દીધા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118