12 વર્ષ જૂના કેસમાં શંકરના નામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયું, એશ્વર્યા રાય-રજનીકાંતની ફિલ્મ એન્થિરનમાં સાહિત્યિક ચોરીનો કેસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 13:45:52
  • Views : 383
  • Modified Date : 2021-01-31 13:45:52

    સાઉથ સિનેમાના પ્રખ્યાત ડાયરેક્ટર શંકરની વિરુદ્ધ એગ્મોર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ-II દ્વારા જામીનો વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે શંકર ઘણી વખત સાહિત્યિક ચોરીના કેસમાં કોર્ટમાં હાજર નથી થયો. 2010માં આવેલી સુપરહિટ ફિલ્મ 'એન્થિરન' પર રાઈટર અરુર તમિલનંદન દ્વારા ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    શંકર શનમુગમ અને તેના વકીલને ઘણી વખત સમન્સ મોકલવામાં આવ્યું હોવા છતાં કોર્ટ પહોંચ્યા નથી. હવે આ કેસની આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ થશે.અરુરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, શંકરે રજનીકાંત અને એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'એન્થિરન' માં જીગુબા નામની તેની કહાનીની નકલ કરી હતી. અરુરે પોતાની કહાની 1996માં પ્રકાશિત કરી હતી. જે એક મેગેઝિનમાં આવી હતી. બાદમાં તેને એક ઉપન્યાસમાં ફરીથી પબ્લિશ કરવામાં આવી હતી. એન્થિરનની રિલીઝ બાદ રાઈટરે શંકર પર તેને કોપી કરવાનો અને કોપીરાઈટ એક્ટ 1957નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. અરુરે એમ પણ કહ્યું કે, તેની આ કહાનીથી એન્થિરનની ટીમે ઘણા પૈસા કમાવ્યા હતા.

    એન્થિરન 1 ઓક્ટોબર 2010માં રિલીઝ થઈ હતી. તે વર્ષથી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ હતી. ફિલ્મને 2 નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. હિન્દીમાં તેને રોબોટ અને તેલુગુમાં રોબો નામથી બનાવવામાં આવી હતી. જેમાં રજનીકાંતનો ડબલ રોલ હતો. ફિલ્માં ડેની ડેનઝોંગ્પા પણ વિલનના રોલમાં હતો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139