એકતરફી જીત નહિં થાય,પરિણામો ચોંકાવનારા હશેઃ થરૂર

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 11:15:23
  • Views : 187
  • Modified Date : 2022-10-12 11:15:23

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાઇ રહી છે, તે ચૂંટણી જંગમાં ઉતરેલા સાસંદ શશી થરૂરે ચૂંટણીને લઇને મોટો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, મતદારોને તેમની વિરૂદ્ધ મત આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. થરૂરે કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે, થરૂરની પાસે મત જાય તો ગાંધી પરિવાર સંતુષ્ટ નથી, જાેકે, ઇલેકશન ઓથોરિટીએ સ્પષ્ટ કરીને કહ્યું છે કે, જાે કોઇ વ્યકિતએ કહ્યું હોય તો તે ઉમેદવાર માટે સારી બાબત નથી. કોગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી જંગમાં ઉતરેલા શશી થરૂરે મંગળવારે કહ્યું છે કે, મને વિશ્વાસ છે કે કેટલાક લોકો કોંગ્રસ અધ્યક્ષની ચૂંટણીમાં મને એકતરફી વિજેતા થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.પરંતુ પરિણામો હેરાન કરી શકે છે. તેઓએ કહ્યું કે, ૧૯૯૭માં સીતારામ કેસરીએ શરદ પવાર અને રાજેશ પાયલોટ સાથે ત્રિકોણીયો જંગ હતો, તેમાં વિજેતા થયા હતા. જ્યારે ૨૦૦૦માં સોનિયા ગાંધી સામે જિતેન્દ્ર પ્રસાદે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં થરૂરે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં જીતે કે હારે પરંતુ મારો હેતુ માત્ર કોંગ્રેસને મજબૂત કરવાનો રહેશે. ૨૦૨૪ સુધીમાં કોંગ્રેસ મજબૂત થવી જાેઇએ. મારા પક્ષમાં ફેરફારની જરૂરત છે અને હું પક્ષમાં બદલાવ માટેનો ચહેરો બનીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૭મી ઓકટોબરના રોજ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે અને તેના પરિણામોની રાહ જાેવાઇ રહી છે.

Download Our B K News Today App



Related News