IPL 2022 / હરાજીમાં કોઈએ ખરીદ્યો પણ નહોતો, પ્લેઓફમાં સદી ફટકારી બની ગયો હીરો, જીતનો સરદાર રજત પાટીદાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 12:19:16
  • Views : 348
  • Modified Date : 2022-05-26 12:19:16

 

ગઈકાલે હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ 

રજત પાટીદારે ફટકારી હતી સદી 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેળવી લખનૌ સુપર જાયન્ટ્સ સામે શાનદાર જીત  

 

ગઈકાલે હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022ના ક્વોલિફાયર-2માં પોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. જ્યારે, કેએલ રાહુલના નેતૃત્વમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. એલિમિનેટરની મેચમાં આરસીબીએ રજત પાટીદારના 112 રનની મદદથી 4 વિકેટે 207 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં લખનૌની ટીમ 6 વિકેટે 193 રન જ બનાવી શકી હતી. રાહુલે 79 રન બનાવ્યા, પરંતુ તે અપૂરતા સાબિત થયા. હેઝલવુડે 3 વિકેટ લીધી હતી. હવે RCBની ટીમ અમદાવાદમાં 27મી મેના રોજ ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.

 

લખનૌની ટારગેટનો પીછો કરવાની શરૂઆત સારી રહી ન હતી. છેલ્લી મેચમાં 140 રન બનાવનાર ક્વિન્ટન ડી કોકને મોહમ્મદ સિરાજે 5 બોલમાં 6 રન બનાવીને આઉટ કર્યો હતો. નંબર-3 પર ઉતરેલા મનન વોહરાએ 11 બોલમાં 19 રન બનાવ્યા હતા. એક ફોર અને બે સિક્સર ફટકારી. પરંતુ તે પોતાની ઇનિંગ્સને મોટી બનાવી શક્યો નહોતો. તેને જોસ હેઝલવુડે આઉટ કર્યો હતો. 41 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ કેએલ રાહુલ અને દીપક હુડ્ડાએ 96 રનની મોટી ભાગીદારી કરી હતી.

દીપક હુડ્ડાની શાનદાર બેટિંગ 

લેગ સ્પિનર ​​વાનિન્દુ હસરંગાએ લખનૌની ઇનિંગની 15મી ઓવર નાખી. દીપક હુડ્ડાએ પ્રથમ 3 બોલમાં 2 સિક્સર ફટકારી હતી. તે ચોથા બોલ પર બોલ્ડ થયો હતો. તેણે 26 બોલમાં 45 રન બનાવ્યા હતા. એક ફોર અને 4 સિક્સર ફટકારી. માર્ક સ્ટોઇનિસે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. આ રીતે ઓવરમાં 18 રન થયા હતા. હવે ટીમને છેલ્લા 30 બોલમાં 65 રન બનાવવાના હતા.

 

16મી ઓવર મોહમ્મદ સિરાજે નાંખી હતી. રાહુલે એક સિક્સર ફટકારી હતી અને આ ઓવરમાં કુલ 10 રન બન્યા હતા. 17મી ઓવર હસરંગાએ નાંખી હતી. રાહુલે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 14 રન બન્યા હતા. હર્ષલ પટેલે 18મી ઓવરમાં આરસીબીને મોટી સફળતા અપાવી હતી. સ્ટોઈનિસ 9 બોલ પર 9 રન બનાવીને આઉટ થયા હતા. ઓવરમાં કુલ 8 રન બન્યા. હવે 12 બોલ પર 33 રનની જરૂર હતી. 

પાટીદારે 2 મોટી ભાગીદારી કરી 
આ પહેલા રજત પાટીદારની ટી20 કરિયરની પહેલી સદીનાં દમ પર આરસીબીએ 4 વિકેટ પર 207 રન બનાવ્યા હતા. પાટીદારે 54 બોલ પર 12 ફોર અને 7 સિક્સરથી 112 રન બનાવ્યા. તેમણે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 66 અને દિનેશ કાર્તિક સાથે માત્ર 6.5 ઓવરમાં 92 રન બનાવ્યા હતા. પાટીદાર અને કાર્તિકે ડેથ ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી, જેથી આરસીબીની ટીમ છેલ્લી 5 ઓવરમાં 84 રન બનાવવામાં સફળ રહી હતી. 

 

ડુપ્લેસી ગોલ્ડન ડક પર આઉટ 
પાટીદાર હાલની સીઝનમાં સદી ફટકારનાર ચોથા બેટ્સમેન છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સનાં જોસ બટલર અને સુપર જાયન્ટ્સનાં રાહુલ તથા ક્વિંટન ડીકોક સદી ફટકારી ચુક્યા છે. વરસાદને કારણે આ મેચ લગભગ 40 મિનિટ મોડી શરુ થઇ હતી, પરંતુ ઓવરોને કાપવામાં આવી ન હતી. રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યાર બાદ મોહસિન ખાને પહેલી જ ઓવરમાં આરસીબીનાં કેપ્ટન ફાફ ડુપ્લેસીને વિકેટકીપર ક્વિંટન ડીકોકનાં હાથો કેચ કરાવીને ટીમને સારી શરૂઆત અપાવી. 

 

પાટીદારે 16મી ઓવરમાં બિશ્નોઈને નિશાન બનાવ્યા હતા. તેણે આ લેગ-સ્પિનર ​​પર સિક્સર ફટકારી હતી, પરંતુ પછીના બોલ પર દીપક હુડ્ડાએ તેનો કેચ છોડ્યો અને બોલ 4 રનમાં ગયો. પાટીદારે તેનો ફાયદો ઉઠાવ્યો અને પછીના 3 બોલમાં બે સિક્સ અને એક ફોર સાથે 27 રન બનાવ્યા. કાર્તિકે 17મી ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે પાટીદારે મોહસીન પર છગ્ગા વડે માત્ર 49 બોલમાં પોતાની કરિયરની પ્રથમ સદી પૂરી કરી હતી. 19મી ઓવરમાં કાર્તિક અને પાટીદાર બંનેએ ચમીરા પર ફોર અને સિક્સ ફટકારી હતી. કાર્તિકે છેલ્લી ઓવરમાં ચોગ્ગા સાથે ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. 
 

Download Our B K News Today App



Related News