FD પર ઘટતા વ્યાજદરની ચિંતા કરવાની જરૂર નથી, પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર સ્કીમમાં FD કરતાં વધારે વ્યાજ મળી રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 17:00:59
  • Views : 682
  • Modified Date : 2020-10-31 17:00:59

             દેશની ઘણી મોટી બેંકો તાજેતરમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર મળતા વ્યાજમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારો મૂંઝવણમાં મુકાયા છે કે વધારે રિટર્ન માટે પૈસાનું રોકાણ ક્યાં કરવું. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં પૈસાનું રોકાણ કરી શકો છો. એમાં તમને FD કરતાં વધારે વ્યાજ મળે છે તેમજ તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. અમે તમને આજે આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ.આ એક પ્રકારનું સર્ટિફિકેટ હોય છે, જે કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે. એને બોન્ડની જેમ સર્ટિફિકેટ તરીકે બહાર પાડવામાં આવે છે. તેના પર એક નક્કી વ્યાજ મળે છે. એને દેશભરની કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. એમાં અત્યારે 6.9% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાની મહત્તમ કોઈ મર્યાદા નથી. જો, તમારું મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપિયા હોવું જોઈએ. તમે 100 રૂપિયાના મલ્ટીપલમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. તેમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિને આ પ્રમાણપત્ર ટ્રાન્સફર કરી શકાય છે. તેને એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. તેને દેશની કેટલીક બેંકોમાંથી ઓનલાઇન પણ ખરીદી શકાય છેકિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. એમાં સિંગલ ઉપરાંત સંયુક્ત જોઇન્ટ ખાતાની પણ સુવિધા છે તેમજ સગીરને પણ આ યોજનામાં સામેલ કરી શકાય છે, પરંતુ તેનાં માતા-પિતાએ તેના અકાઉન્ટની સંભાળ રાખવી પડશે. સ્કીમમાં હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF) અને NRI રોકાણ નહીં કરી શકે.જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી અઢી વર્ષ (30 મહિના)ની રાહ જોવી પડશે. એમાં અઢી વર્ષનો લોક ઇન પિરિયડ રાખવામાં આવ્યો છે.​​​​​​​જો તમે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરો તો વર્તમાન વ્યાજ દર 6.9%ના અનુસાર અંદાજે 10 વર્ષ અને 4 મહિના (124 મહિના)માં પૈસા ડબલ થઈ શકે છે.

Download Our B K News Today App



Related News