નીતિશ કુમારના પક્ષે પલટી મારી, 370મી કલમના મુદ્દે મોદી સાથે સહમત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 12:33:36
  • Views : 450
  • Modified Date : 2019-08-09 12:33:36

લાગ જોઇને પલટી મારવામાં હોંશિયાર એવા બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના પક્ષે ફરી એકવાર પોતે કેવા તકસાધુ છે એ દેખાડી આપ્યું હતું. ગઇ કાલ સુધી જમ્મુ કશ્મીરના મુદ્દે કેન્દ્ર સરકાર કરતાં ઊલટો અભિપ્રાય વ્યક્ત કરનારા નીતિશ કુમારના જેડીયુ પક્ષે પલટી મારી હતી અને હવે 370મી કલમના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઇ ગયા હતા. જેડીયુના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ આસીપી સિંઘે કહ્યું કે જમ્મુ કશ્મીરની બાબત હવે કાયદેસર થઇ ચૂકી છે અને કેન્દ્ર સરકારના આ આદેશનું દરેક દેશવાસીએ પાલન કરવું જોઇએ. આપણે સૌએ કેન્દ્ર સરકારને સાથ આપવો જોઇએ. આમ 370મી કલમના મુદ્દે એમ લાગે છે કે કોંગ્રેસ સિવાયના લગભગ બધા પક્ષો ધીમે ધીમે એનડીએ સરકારને ટેકો આપતા થઇ જશે. રાજ્યસભામાં જેડીયુએ આ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કેમ કર્યું હતું એ વિશે ખુલાસો કરતાં સિંઘે કહ્યું કે અમારા નેતા સદ્ગત જ્યોર્જ ફરનાન્ડિસે કોઇ પણ વિવાદાસ્પદ મુદ્દે શાસક પક્ષને સાથ ન આપવો. એટલે અમે મતદાન વખતે વિરોધી વલણ રાખ્યું હતું. હવે તો આ બાબત કાયદેસરની બની ચૂકી છે. ઉપરાંત અમારા અન્ય નેતાઓ લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપવાના વિરોધી હતા એટલે અમે હવે સરકારના નિર્ણયને ટેકો જાહેર કરીએ છીએ.

Download Our B K News Today App



Related News