મનાલીમાં રજા ગાળી રહી છે કંગના રનૌત, સોશિયલ મીડિયા પર જણાવ્યું આવતા વર્ષે કેદારનાથ અને જગન્નાથ પુરી જવા ઈચ્છે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-23 12:04:00
  • Views : 325
  • Modified Date : 2020-12-23 12:04:00

    કંગના રનૌત હાલ હોમટાઉન મનાલીમાં છે. ગયા અઠવાડિયે જ તેણે તેની ફિલ્મ 'થલાઈવી'નું શૂટિંગ પૂરું કર્યું છે. લાંબા અને હેક્ટિક શેડ્યુઅલ પછી કંગના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. આ વચ્ચે તેણે પસાર થતા વર્ષની વિદાય તરીકે પોતાની અમુક આશા શેર કરી છે, જેને તે 2021માં પૂરી કરવા ઈચ્છે છે. તેમાં એક કેદારનાથ જવાનું પણ છે.કંગના ઘણી ધાર્મિક છે. તે ઘણીવાર મંદિરની યાત્રાવાળા ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેણે દુર્ગા મંદિર બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હવે માતા સાથે એક ફોટો શેર કરી કંગનાએ લખ્યું કે, થોડા વર્ષ પહેલાં મેં માતાજી સાથે કાશી વિશ્વનાથજીના દર્શન કર્યા. મેં સાત જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. હું ઈચ્છું છું કે 2021માં કેદારનાથ જઈને મારા આઠ જ્યોતિર્લિંગના દર્શન થઇ જાય. આવતા વર્ષે જગન્નાથપુરી પણ જવા ઈચ્છું છું અને તમે?

    આ પહેલાં કંગનાએ હાથ-પગનો એક ફોટો શેર કરીને લખ્યું હતું, વેલીમાં શિયાળાનો એક સુંદર દિવસ છે. પસાર થતા વર્ષ સાથે ઘણા વિચાર મારા દિલ દિમાગમાં આવી રહ્યા છે. પસાર થતા વર્ષ સાથે જોડાયેલી યાદો અને આવનારા વર્ષની મીઠી આશાઓ. મારા દિલમાં પતંગિયા ઉડી રહ્યા છે. કંગના સતત પોતાના યુનિક ડ્રેસિંગ વાળા ફોટો પણ શેર કરી રહી છે.થોડા દિવસો અગાઉ કંગનાએ ખેડૂત આંદોલનના વિરોધમાં પોતાની વાત રજૂ કરી રહી હતી જેના પર તેની અને દિલજિત દોસાંજની સોશિયલ મીડિયા પર વર્ડ વોર થઇ હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121