નવો કેપ્ટન, નવી ટીમ સૂર્યકુમાર યાદવ ટી 20 ક્રિકેટમાં ભારતનો 9મો કેપ્ટન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 15:26:46
  • Views : 94
  • Modified Date : 2023-11-23 15:26:46

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ બંને ટીમો માટે પ્રેક્ટિસ જેવી છે, ભારત અને ઓસ્ટ્રેલિયા તેની તૈયારીઓ શરૂ કરશે. આ જ કારણ છે કે બંને ટીમોમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. પરંતુ, આ ફેરફાર વચ્ચે, પડકાર મોટો છે.વર્લ્ડકપ 2023 પૂર્ણ થયા બાદ આજથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટક્કર વિશાખાપટ્ટનમથી શરુ થઈ રહી છે. આ મેચ T20 સિરીઝની હશે. 5 T20 સીરિઝની પ્રથમ શરુઆત આજથી થશે. ટીમ ઈન્ડિયાની નજર આ વખતે નવી ટીમ એટલે કે, કેપ્ટન સૂર્યકુમાર યાદવના હાથમાં છે.વર્ષ 2021થી અત્યારસુધી વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ ટી 20 ક્રિકેટમાં ભારતનો 9મો કેપ્ટન હશે. જો આ વર્ષની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને ઋતુરાજ ગાયકવાડ બાદ ચોથો ભારતીય છે. આ વર્ષે છેલ્લા 3કેપ્ટનોએ પોતાની તાકાત દેખાડી ચૂક્યા છે. હવે જોવાનું છે કે, સૂર્યકુમાર યાદવ કેવું પ્રદર્શન ટીમ સાથે કરશે.સૂર્યકુમાર યાદવ માટે પોતાના સાથીઓ સાથે સફળતાની સ્ટોરી લખવી સરળ નથી. આનું 2 કારણ છે પહેલી નવી ટીમ બીજું વિશાખાપટ્ટનમની જમીન જે ઓસ્ટ્રેલિયાને સારી રીતે સેટ થતી નથી.ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20 સિરીઝ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં દરેક વિભાગમાં અનુભવનો અભાવ છે. બોલિંગ હોય, બેટિંગ હોય કે પછી તે ટીમનો કેપ્ટન હોય. પરંતુ, સારી વાત એ છે કે અનુભવનો અભાવ હોવા છતાં, આ ટીમ લડવાનું જાણે છે.ખેલાડીઓ જાણે છે કે કેવી રીતે તકોનો લાભ ઉઠાવવો. સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં જે ખેલાડીઓને તક મળી છે તેઓ સારી રીતે જાણે છે કે આ સમય પોતાને સાબિત કરવાનો અને પોતાને સ્થાપિત કરવાનો છે.

Download Our B K News Today App



Related News