આવી ગઈ 20 રૂપિયાની નવી નોટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 13:09:38
  • Views : 771
  • Modified Date : 2019-04-27 13:09:38

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં 20 રૂપિયાની નવી નોટ જારી કરશે. આરબીઆએ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આરબીઆઈ પહેલા જ 10, 50, 100 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરી ચૂકી છે. ઉપરાંત 200, 2000 રૂપિયાની નવી નોટ પણ બહાર પાડવામાં આવી છે.નવી નોટની ખાસિયત  નોટમાં ગવર્નર શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર હશે અને નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતી અલોરાની ગુફાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની નવી સીરિઝની આ નોટનો કલર લીલો અને પીળો મિક્સ એવો અલગ જ જોવા મળશે. RBIએ તેમ પણ કહ્યું છે કે, નવી નોટ ચાલુ થયા બાદ પણ જુની નોટ ચલણમાં રહેશે.RBI દ્વારા રજુ કરવામાં આવેલી 20 રૂપિયાની નવી નોટનો આગળનાં ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્ર વચ્ચે હશે. ઉપરાંત નોટનું મૂલ્ય હિન્દી અને અંગ્રેજી અંકોમાં લખેલું હશે અને RBI, ભારત, India અને 20 માઇક્રો લેટર્સ રૂપમાં લખ્યુ હશે. સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખેલું હશે.આગળનાં ભાગમાં ગેરંટી ક્લોઝ, ગવર્નરનાં હસ્તક્ષર, RBIનાં પ્રતિક ચિન્હ મહાત્મા ગાંધીની તસવીરની ડાબી તરફ હશે. નોટમાં ડાબી તરફ અશોક સ્તંભ હશે. નોટનો નંબર જમણીથી ડાબી તરફ વધતા આકારમાં છપાયેલ હશે.નોટનાં પાછળનો ભાગ પર જમણી તરફ વર્ષ, સ્વચ્છ ભારતનું સ્લોગન સાથે અન્ય ભાષામાં પટ્ટી હશે. નોટનાં પાછળનાં ભાગમાં ઇલોરા ગુફાનું ચિત્ર હશે અને ભારતની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરશે. નોટ 63મિમી પહોળી અને 129 મિમી લાંબી હશે.


Download Our B K News Today App



Related News