નેહાએ બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો હતો તે આખરે તેના અપકમિંગ સોન્ગ 'ખ્યાલ રખ્યા કર'નું પોસ્ટર જ નીકળ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 13:02:42
  • Views : 351
  • Modified Date : 2020-12-19 13:02:42

    નેહા કક્કર બેબી બમ્પ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. સેલેબ્સ નેહા અને તેના પતિ રોહનપ્રીતને પેરેન્ટ્સ બનવા પર શુભકામના આપવા પણ લાગ્યા હતા. ઓક્ટોબરમાં જ લગ્ન થયાંને તરત પ્રેગ્નન્ટ થઇ જતાં, ચર્ચા વધુ ચાલી હતી. પરંતુ આખરે આ ચર્ચા પર પૂર્ણવિરામ આવ્યું. તે પબ્લિસિટી સ્ટન્ટ હતો નેહા અને રોહનના નવા સોન્ગ 'ખ્યાલ રખ્યા કર' માટેનો. નેહાએ મગનું નામ મરી પાડી સોન્ગનું પોસ્ટર અને રિલીઝ ડેટ શેર કરી છે.

    નેહા કક્કર અને રોહનપ્રીતનું સોન્ગ 22 ડિસેમ્બરે રિલીઝ થવાનું છે. આવું પહેલીવાર નથી કે નેહાએ સોન્ગ પ્રમોશન માટે આવી સ્ટ્રેટેજી અપનાવી હોય. ખુદના લગ્ન વખતે પણ 'નેહુ દા વ્યાહ' સોન્ગ ખૂબ પ્રમોટ કર્યું હતું. 24 ઓક્ટોબરે કપલે દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં. પંજાબમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. ત્યાર બાદ દુબઇ હનિમૂન માટે ગયાં હતાં. વેકેશન બાદ નેહા ફરી 'ઇન્ડિયન આઇડલ 12'ના શો પર જજ તરીકે પરત ફરી હતી.સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો હતો તેના પર ટોની કક્કરે 'હું મામા બનીશ' એવી કમેન્ટ પણ કરી હતી. રોહને કમેન્ટ કરી હતી, 'હવે તો કંઈક વધુ જ ધ્યાન રાખવું પડશે નેહુ.' જોકે, હવે સ્પષ્ટ થઇ ગયું છે કે આ માત્ર સોન્ગના પ્રમોશન માટેના જ ખેલ હતા.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138