રોહનપ્રીત લગ્ન માટે તૈયાર ન હતો તો નેહાએ વાતચીત બંધ કરી દીધી હતી, પછી નશામાં સિંગરે પ્રપોઝ કર્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 12:43:29
  • Views : 340
  • Modified Date : 2020-12-25 12:43:29

    સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની મુલાકાત ઓગસ્ટ 2020માં થઇ હતી જ્યારે બંને 'નેહુ દા વ્યાહ' મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી રહ્યા હતા. બે મહિનાના રોમાન્સ બાદ બંનેએ લગ્ન કર્યાં. હવે નેહાએ કપિલના શો પર ખુલાસો કર્યો કે રોહન શરૂઆતમાં લગ્ન માટે તૈયાર ન હતો, પણ એક દિવસ દારૂના નશામાં રોહને નેહાને કહ્યું કે તે તેના વગર નહીં રહી શકે અને તે લગ્ન કરવા ઈચ્છે છે.નેહાએ આગળ જણાવ્યું કે શૂટ બાદ રોહને સ્નેપચેટ આઈડી વિશે પૂછ્યું હતું અને આ રીતે તેમની વાત શરૂ થઇ. પછી નેહાએ કહ્યું કે તેની લગ્નની ઉંમર થઇ ગઈ છે અને તે સેટલ થવા ઈચ્છે છે પણ રોહને કહ્યું હતું કે તે માત્ર 25 વર્ષનો છે અને લગ્ન માટે તૈયાર નથી. ત્યારબાદ થોડા સમય માટે બંનેએ વાતચીત બંધ કરી દીધી હતી. એક દિવસ રોહને કહ્યું, નેહુ હું તારા વગર નહીં રહી શકું, ચાલો લગ્ન કરી લઈએ.

    નેહા કહે છે, તેમણે બે -ત્રણ બીઅર ચડાવી હતી. મેં વિચાર્યું, બીઅર પીધું છે, છોડો. સવારે ભૂલી જશે. બીજે દિવસે શૂટ માટે નેહા ચંદીગઢ ગઈ જ્યાં રોહન તેના રૂમમાં આવ્યો અને કહ્યું નેહુ કાલની વાત યાદ છે ને. ત્યારે નેહાએ કહ્યું, પીધું હતું તમે, મને કેમ યાદ નહીં રહે. જ્યારે નેહાને ફીલ થયું કે રોહન સિરિયસ છે તો તેને માતાને કહ્યું અને તે તરત માની ગયા.નેહા અને રોહનની પહેલી મુલાકાત થોડા મહિના પહેલાં રિલીઝ થયેલા સોન્ગ 'ડાયમંડ દા છલ્લા'ના શૂટિંગ દરમ્યાન થઇ હતી. ત્યારબાદ બંને મિત્રો બન્યા. થોડા મહિનાની દોસ્તી પછી જ કપલે ચટ મંગની પટ બ્યાહ કરી લીધા. બંનેની રોકા સેરેમની મુંબઈમાં 20 ઓક્ટોબરે થઇ હતી ત્યારબાદ બંનેએ પંજાબી રીતિ રિવાજ સાથે દિલ્હીમાં 24 ઓક્ટોબરે લગ્ન કર્યાં. બપોરે ગુરુદ્વારમાં થયેલી આનંદ કારજની વિધિ પછી તે જ દિવસે સાંજે ગ્રાન્ડ વેડિંગ સેરેમની રાખવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121