હજુ બે મહિના પહેલાં જ લગ્નના તાંતણે બંધાયેલા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ હવે પેરેન્ટ્સ બનશે, બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 11:43:43
  • Views : 453
  • Modified Date : 2020-12-18 11:43:43


    સિંગર નેહા કક્કરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સાથે ઓક્ટોબર મહિનામાં જ લગ્ન કર્યાં હતાં. હવે નેહાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ સાથેનો ફોટો શેર કરીને સૌને વિચારતા કરી દીધા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં નેહા અને રોહન સાથે છે, આ ફોટો સાથે નેહાએ લખ્યું છે #ખ્યાલરખ્યાકર. આ પોસ્ટ પર રોહને 'હવે તો કંઈક વધુ જ ધ્યાન રાખવું પડશે નેહુ' આવી કમેન્ટ કરીને સૌનું ધ્યાન પણ ખેંચ્યું છે. સિંગર નેહા કક્કરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સાથે ઓક્ટોબર મહિનામાં જ લગ્ન કર્યાં હતાં. હવે નેહાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ સાથેનો ફોટો શેર કરીને સૌને વિચારતા કરી દીધા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં નેહા અને રોહન સાથે છે, આ ફોટો સાથે નેહાએ લખ્યું છે #ખ્યાલરખ્યાકર. આ પોસ્ટ પર રોહને 'હવે તો કંઈક વધુ જ ધ્યાન રાખવું પડશે નેહુ' આવી કમેન્ટ કરીને સૌનું ધ્યાન પણ ખેંચ્યું છે.આ પોસ્ટ પર જય ભાનુશાળી, સિંગર હર્ષદીપ કૌર, નેહાના ભાઈ ટોની કક્કર વગેરે જેવા ઘણા સેલેબ્સે કમેન્ટ કરીને કપલને અભિનંદન પણ આપ્યા છે. ટોનીએ લખ્યું કે, 'હું મામા બની જઈશ.'

    આવું પહેલીવાર નથી કે લગ્નના થોડા જ સમય બાદ સેલેબ્સ કપલે પેરેન્ટ્સ બનવાનું અનાઉન્સમેન્ટ કરી દીધું હોય. લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થયેલી ઘણી એક્ટ્રેસ છે. નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યાં તે પહેલાં જ તે પ્રેગ્નન્ટ હતી. ક્રિકેટર હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેન્કોવિકપણ લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઇ ગઈ હતી. કોંકણા સેન શર્મા અને રણવીર શોરે પણ આ લિસ્ટમાં સામેલ છે. ઉપરાંત શ્રીદેવીએ પણ બોની કપૂર સાથે લગ્ન કર્યાં ત્યારે તેઓ 7 મહિના પ્રેગ્નન્ટ હતા. સારિકા અને સાઉથ સ્ટાર કમલ હાસન પણ લગ્ન પહેલાં પેરેન્ટ્સ બન્યા હતા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138