નીતુ કપૂરે આગામી ફિલ્મ 'જુગ જુગ જિયો'નું શૂટિંગ પૂરું કર્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 13:39:25
  • Views : 363
  • Modified Date : 2020-12-24 13:39:25

    એક્ટ્રેસ નીતુ કપૂરે તેમની અપકમિંગ ફિલ્મ 'જુગ જુગ જિયો'નું શૂટિંગ પૂરું કરી લીધું છે. ફિલ્મના સેટ પર તેમને કોરોના થયો હતો અને સાજા થયા બાદ હવે તેમણે શૂટિંગ પણ પૂરું કરી લીધું છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું, 'છેલ્લો દિવસ ફિલ્મ 'જુગ જુગ જિયો'ની ટીમ સાથે, જે હવે પરિવાર બની ગયો છે, તેને મિસ કરીશવરુણ ધવન, નીતુ કપૂર અને ડિરેક્ટર રાજ મેહતા અને મનીષ પોલ ફિલ્મના સેટ પર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું હતું, જે હવે ફરી શરૂ થઇ ગયું છે. ફિલ્મના ડિરેક્ટર 'ગુડ ન્યૂઝ' ફેમ રાજ મેહતા છે અને ફિલ્મ 2021માં રિલીઝ થશે. ફિલ્મની કાસ્ટમાં નીતુ કપૂર, વરુણ ધવન સાથે અનિલ કપૂર, કિઆરા અડવાણી અને પ્રાજક્તા કોલી પણ લીડ રોલમાં છે.

    'જુગ જુગ જિયો' 30 એપ્રિલે રિશી કપૂરના નિધન બાદ તેની પત્ની નીતુ કપૂરની પહેલી ફિલ્મ છે. નીતુએ શૂટિંગ માટે રવાના થવાના સમયે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી લખ્યું હતું, 'આ મુશ્કેલીના સમયમાં મારી પહેલી ફ્લાઇટ. આ જર્નીને લઈને નર્વસ છું.' તેની આગળ તેમણે રિશી કપૂરને યાદ કરીને લખ્યું હતું, 'કપૂર સાહેબ તમે અહીંયા મારો હાથ પકડવા માટે નથી, હું જાણું છું કે તમે મારી સાથે છો.'

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138