ભારતે યુનિકોર્ન કંપનીઓની સંખ્યાના મામલે સદી ફટકારી, સ્ટાર્ટ અપની દુનિયા ન્યુ ઈન્ડિયાના સ્પિરિટને દર્શાવે છે: PM મોદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 12:14:16
  • Views : 236
  • Modified Date : 2022-05-29 12:14:16


ભારતે યુનિકોર્ન કંપનીઓની સંખ્યાના મામલે સદી ફટકારી, સ્ટાર્ટ અપની દુનિયા ન્યુ ઈન્ડિયાના સ્પિરિટને દર્શાવે છે: PM મોદી


 


PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે તાજેતરમાં દેશે એવી સિદ્ધિ મેળવી છે જે આપણા બધાને પ્રેરણા આપે છે.


''ક્રિકેટના મેદાન પર બેટ્સમેનની સદી સાંભળીને તમને ખુશી થશે, પરંતુ ભારતે બીજા મેદાનમાં સદી ફટકારી છે. આ મહિનાની 5મી તારીખે દેશમાં યુનિકોર્નની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. યુનિકોર્ન એટલે કે ઓછામાં ઓછું સાડા સાત હજાર કરોડનું સ્ટાર્ટઅપ છે. આ યુનિકોર્ન્સનું કુલ ટર્નઓવર મૂલ્ય 25 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે.''


 


ભારતીય યુનિકોર્નનો વાર્ષિક વિકાસ દર ઘણો વધારે 


પીએમ મોદીએ કહ્યું કે ભારતીય યુનિકોર્નનો વાર્ષિક વિકાસ દર યુએસએ, યુકે અને અન્ય ઘણા દેશો કરતા વધારે છે. આગામી સમયમાં તેમાં જોરદાર ઉછાળો આવશે તેવું પણ જાણકારોનું કહેવું છે. આપણાં યુનિકોર્ન વિવિધ પ્રદેશોમાંથી છે. તેમ ફિનટેક એડટેક એવા ઘણા નવા પ્રકારો છે. સ્ટાર્ટઅપ વિશ્વ ન્યુ ઈન્ડિયાના સ્પિરિટને વેગ આપી રહ્યું છે. દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા સતત વધી રહી છે.


સ્ટાર્ટઅપ માટે સપોર્ટ સિસ્ટમ તૈયાર છે
આ દરમિયાન પીએમ મોદીએ આવા ઘણા લોકોનો ઉલ્લેખ કર્યો જેમણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને રોજગાર પેદા કરવાનું કામ કર્યું. આ ઉપરાંત, તેમણે કહ્યું કે, અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે આજે ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં, આપણે ભારતના સ્ટાર્ટઅપ વિશ્વ માટે એક નવી ઊંચાઈએ જોવા મળશે. 


કેટલાક લોકો સ્ટાર્ટઅપને જરૂર પડે ત્યાં સપોર્ટ પૂરો પાડી રહ્યા છે જે ખરેખર સારી બાબત છે. 


 


Download Our B K News Today App



Related News