NCB સુશાંત સિંહ રાજપૂતના મિત્ર તથા આસિસ્ટન્ટ ડિરેક્ટરની શોધમાં, એક્ટરને ડ્રગ્સ આપવાનો આક્ષેપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 13:16:25
  • Views : 378
  • Modified Date : 2021-01-08 13:16:25

    સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ નવું અભિયાન લૉન્ચ કર્યું છે. સુશાંતનો પૂર્વ આસિસ્ટન્ટ ડિરેક્ટર ઋષિકેશ પવાર ફરાર છે. NCBએ ઋષિકેશની શોધમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. ઋષિકેશ પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે તે સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. NCBએ ઋષિકેશ પવારની પૂછપરછ કરી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે ડ્રગ્સ કેસનો મુદ્દો છવાયેલો હતો ત્યારે એક ડ્રગ્સ સપ્લાયરે ઋષિકેશનું નામ લીધું હતું. આ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતના હાઉસ કીપર દીપેશ સાવંતે પણ પોતાના નિવેદનમાં ઋષિકેશનું નામ લીધું હતું. આથી જ ઋષિકેશ અંગે કહેવાઈ રહ્યું છે કે તે જ સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

    અહેવાલ પ્રમાણે, પવારે મુંબઈની એક કોર્ટમાં અરજી દાખલ કરીને આગોતરા જામીન માગ્યા હતા. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, હાઈખોર્ટે તેને સેશન્સ કોર્ટ જવાનું કહ્યું હતું. ગુરુવાર (7 જાન્યુઆરી)ના રોજ ઋષિકેશની અરજી રદ કરવામાં આવી હતી. ત્યારબાદ NCBની ટીમ ચેમ્બુર સ્થિત તેના ઘરે પહોંચી તો તે ત્યાં સુધીમાં ફરાર થઈ ગયો હતો.

    NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના મતે, 'હાલમાં ઋષિકેશની શોધ ચાલુ છે. તે સુશાંત સિંહ રાજપૂતના ડ્રીમ પ્રોજેક્ટમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. અનેક પુરાવા સામે આવ્યા છે, જેમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે ઋષિકેશ જ સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. NCBએ ઋષિકેશના ઘરમાંથી લેપટોપ સીઝ કર્યું છે અને તેમાંથી કેટલાંક ડેટા મળ્યા છે. NCBએ ઘણીવાર તેને બોલાવ્યો, પરંતુ તે હાજર થયો નહીં. હવે તો તેની આગોતરા જામીનની અરજી પણ કોર્ટે ઠુકરાવી દીધી છે તો અમે તેની ધરપકડ કરવાનું આયોજન કર્યું છે.' ઉલ્લેખનીય છે કે ઋષિકેશની શોધખોળ માટે NCBએ એક ટીમ બનાવી છે.

    સુશાંત સિંહ રાજપૂત ગયા વર્ષે 14 જૂનના રોજ પોતાના બાંદ્રા સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ કહીને તપાસ કરી હતી. ત્યારબાદ આ કેસની તપાસ CBI કરી રહી છે. CBIએ હજી સુધી પોતાની તપાસ પૂરી કરી નથી. આ કેસના અલગ અલગ એંગલની તપાસ CBI, ED તથા NCB કરે છે. NCBએ ડ્રગ્સ કેસમાં ઘણી સેલેબ્રિટીની પૂછપરછ કરી હતી.

    હાલમાં જ બોમ્બે હાઈકોર્ટે કહ્યું, સુશાંતનો ચહેરો કહી આપતો કે તે સારો વ્યક્તિ હતો બોમ્બે હાઈકોર્ટમાં જસ્ટિસ એસ એસ શિંદે તથા જસ્ટિસ એમ એસ કાર્ણિકની ડબલ બેંચે એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બે બહેનો પ્રિયંકા સિંહ તથા મીતુ સિંહની અરજી પરનો ચુકાદો સુરક્ષિત રાક્યો છે. બંનેએ પોતાની વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી FIR રદ કરાવવાની માગણી કરી હતી. સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ સુશાંત માટે નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન બનાવવાનો આક્ષેપ આ બંને વિરુદ્ધ મૂક્યો હતો અને તે હેઠળ કેસ કર્યો હતો.

    ગયા વર્ષે સાત સપ્ટેમ્બરના રોજ રિયાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ પ્રમાણે, પ્રિયંકા સિંહ તથા મીતુ સિંહના કહેવા પર દિલ્હીના ડૉક્ટર તરુણ કુમારે સુશાંતને ચેક કર્યા વગર નકલી મેડિકલ પ્રિસ્ક્રિશન તૈયાર કર્યું અને તેમને આપેલી દવાને કારણે સુશાંતની માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.

    કેસની સુનાવણી દરમિયાન બેંચે સુશાંત સિંહ રાજપૂતના કામના વખાણ કરીને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એક્ટરનો ચહેરો જોઈને કહી શકે કે તે સારો વ્યક્તિ હતો. જસ્ટિસ શિંદેએ કહ્યું હતું, 'કેસ કોઈ પણ હોય, સુશાંત સિંહ રાજપૂતનો ચહેરો જોઈને કોઈ પણ એ કહી શકે કે તે માસૂમ, સીધો તથા સારો વ્યક્તિ હતો. ખાસ કરીને 'એમ એસ ધોની' ફિલ્મમાં બધાએ તેને પસંદ કર્યો હતો.'

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121