NCBએ અરબાઝ ખાન-વરુણ શર્માના સ્ટાઈલિસ્ટ રહેલા સૂરજ ગોદામ્બેની ધરપકડ કરી, 11 ગ્રામ કોકેન જપ્ત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 14:25:35
  • Views : 391
  • Modified Date : 2020-12-10 14:25:35

    બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ગુરુવાર (10 ડિસેમ્બર)ના રોજ મેકઅપ આર્ટિસ્ટ તથા હેર સ્ટાઈલિસ્ટ સૂરજ ગોદામ્બેની ધરપકડ કરી હતી. તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના મતે, સૂરજની પાસેથી 11 ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. ગોદામ્બેએ ઘણાં મોટા પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું છે. તે અરબાઝ ખાન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેNCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં ગુરુવાર (10 ડિસેમ્બર)ના રોજ દરોડામાં ઓશિવારા સ્થિત મીરા ટાવરની પાસેથી બે લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક રિક્ષા તથા ડ્રગ્સમાંથી કમાયેલા 56 હજાર રૂપિયાની સાથે કોકેનના 16 પેકેટ (પેકેટ સહિત 17.6 ગ્રામ) જપ્ત કર્યાં હતાં. પેકેટ હટાવ્યા બાદ કોકેનનું કુલ વજન 11 ગ્રામ હતું. આમાંથી એક આરોપી સૂરજ ગોદામ્બે (ડ્રગ્સ રિસીવ કર્યું હતું) છે, જ્યારે સપ્લાયરની ઓળખ લાલચંદ્ર યાદવ તરીકે થઈ હતી. આ ઓટો ડ્રાઈવર છે. લાલચંદ્ર નાઈઝિરિયન સિન્ડિકેટથી આવેલા ડ્રગ્સની સપ્લાય કરે છે. જપ્ત કરેલા ડ્રગ્સની ક્વોન્ટિટિ ઈન્ટર મીડિયટ છે. આથી CMM કોર્ટે બંનેને 16 ડિસેમ્બર સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યા છે.

    સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ને સફળતા મળી છે. એજન્સીએ બે ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી હતી. મુંબઈમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડીને 2.5 કરોડનું ચરસ જપ્ત કર્યું છે. NCBના અધિકારીએ દાવો કર્યો છે કે આ કેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે. ધરપકડ કરાયેલા પેડલર્સના નામ જિનેન્દ્ર જૈન ઉર્ફે રીગલ મહાકાલ તથા મોહમ્મદ આઝમ ઝુમ્મન શેખ છે. અધિકારીએ કહ્યું હતું કે આઝમ શેખ સપ્લાયર છે. રીગલ મહાકાલને આઝમ ડ્રગ્સ સપ્લાય કરે છે. રીગલ આ ડ્રગ્સ અનુજ કેસવાનીને આપતો હતો. અનુજ, કૈઝને સપ્લાય કરતો હતો. કૈઝાન આ ડ્રગ્સ સુશાંત તથા રિયાના નોકર દીપેશને આપતો હતો. તેમણે ડ્રગ્સ સપ્લાયની પૂરી ચેન ફિનિશ કરી દીધઈ છે. અધિકારીએ કહ્યું હતું કે જપ્ત કરેલા માલને ક્રીમ કહેવામાં આવે છે. આ દુનિયામાં સૌથી વધુ ડિમાન્ડવાળું ચરસ છે. આ હિમાચાલના મલાના પ્રદેશમાં થાય છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં મલાના ક્રીમની કિંમત પ્રતિ કિલો ગ્રામ 40-50 લાખ રૂપિયા હોય છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139