નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તલાકની અરજી પરત લીધી, કહ્યું-‘બાળકો મારે મારી ખુશીનું બલિદાન આપવા તૈયાર છું’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 12:42:10
  • Views : 350
  • Modified Date : 2021-03-09 12:42:10

    એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તલાકની અરજી પરત લઇ લીધી છે. આલિયાએ ગયા વર્ષે તલાક માટે અરજી કરી હતી અને નવાઝુદ્દીન તેમજ તેના પરિવાર વિરુદ્ધ અનેક આરોપ પણ લગાવ્યા હતા. ભાસ્કર સાથે વાતચીત દરમિયાન તલાકની અરજી પરત લેવાના નિર્ણય વિષે આલિયાએ વાત કરી. સાથે જ અન્ય પણ ઘણી વાતો શેર કરી.

    આલિયાએ કહ્યું, અત્યાર સુધી મારા અને નવાઝનાં રિલેશનમાં અનેક ઉતાર-ચઢાવ આવી ગયા છે અને ઘણીવાર સંબંધો તૂટી પણ ગયા છે. અમે ફરીથી આ રિલેશનને તક આપવાનું વિચાર્યું. મારા માટે આ નિર્ણય લેવો સરળ નહોતો. એકવાર સંબંધ ખરાબ થઇ જાય તો તેને પહેલાં જેવું કરવું સરળ નથી, પરંતુ બાળકોની ખુશી માટે હું આ કરી શકું છું. મારી લડાઈ પણ બાળકો માટે જ શરૂ થઈ હતી, તેઓ મારી જિંદગી છે. જો મને અને નવાઝને સાથે જોઈને તેઓ ખુશ છે તો તેમની ખુશીથી વિશેષ બીજું કઈ નથી.આલિયાએ વધુમાં કહ્યું, હું છેલ્લા એક વર્ષથી નવાઝને મળી નથી. જો કે, બાળકો બાબતે ફોન પર વાત થતી રહે છે. એક વર્ષમાં મેં જોયું કે બાળકો તેમના પિતાને મિસ કરી રહ્યા છે. બાળકોને નવડાવવાથી લઈને, અભ્યાસ સુધી નવાઝે દરેક જવાબદારી નિભાવી છે. બાળકોની કેરટેકર બીમાર પડતા નવાઝ પર ઘરની જવાબદારી વધી ગઈ હતી. છેલ્લા એક વર્ષમાં તેઓ જેટલું બાળક સાથે રહ્યા છે તેટલું ક્યારેય રહ્યા નથી. તેમણે પિતાની દરેક જવાબદારી નિભાવી અને આથી જ મેં એક તક આપવાનું નક્કી કર્યું.

    આલિયાએ કહ્યું, પિતા ઉપરાંત નવાઝે પતિની જવાબદારી પણ બહુ સારી રીતે નિભાવી છે. આટલું બધું હોવા છતાં તેમણે મારી બીમારીનું ધ્યાન રાખ્યું. કેસ ચાલુ હતો, તેમ છતાં તેઓ મારી તબિયત જાણવા માટે કોલ કરતા હતા. તેમણે મને ક્યારેય કોઈ વાતનો આ વાતનો અહેસાસ નથી થવા દીધો કે મેં તેમના પર કેસ કર્યો. આ મારે નહોતું કરવાનું. તેમણે મારી પર કોઈ કેસ કર્યો નથી કે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કર્યો નહતી. મેં મારી તલાકની અરજી પરત લીધી છે.

    વધુમાં આલિયાએ જણાવ્યું કે, આ વર્ષે મને ખબર પડી કે એક સ્ત્રીની પોતાની ઓળખ હોવી બહુ જરૂરી છે. જ્યારે બીજાની ઓળખ સાથે ચાલવાનું હોય ત્યારે પોતાની ઓળખ બનાવી રાખીને રિલેશન આગળ વધારવું જ જોઈએ. ક્યારેક આપણે પોતાના ઈગોને લીધે રિલેશન પૂરા કરીએ છીએ અને આ ખોટું છે. મારી સાથે બહુ બધી ખરાબ વસ્તુઓ થઇ હતી, જેને લીધે મારે આ પગલું ભરવું પડ્યું. સેલિબ્રિટી હોવાને લીધે મીડિયામાં વાત આવી ગઈ. તે રોકી શકાય તેમ નહોતી. મારી લડાઈ બાળકો માટે હતી અને જો તેઓ ખુશ છે તો હું મારો પર્સનલ ઈગો વચ્ચે નહિ લાવી શકું અને મેં આવું જ કર્યું.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138