રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨” સ્પર્ધા ના વિજેતા જાહેર કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-07 12:27:24
  • Views : 275
  • Modified Date : 2022-10-07 12:27:24

 

    આ સ્પર્ધાનો મુખ્ય વિષય આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસીસ્ટમ ની સમજણ રાખવામાં આવ્યો હતો  અને તેના પાંચ પેટા વિષયો આધારિત પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.  તેમાં ગાંધીનગરની જુદી-જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ ધ્વારા  તેમને કરેલ સંશોધનો ખુબજ સરસ રીતે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા,મોટેરા, ગાંધીનગર, રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, સરગાસન, , બોરીજ સરકારી પ્રાથમિક શાળા, બોરીજ, ચૈતન્ય સ્કૂલ,મુ.લેકાવાડા,મહાત્મા ગાંધી વિદ્યામંદિર સેક્ટર-૧૬, શ્રીમતી. એમ બી પટેલ કન્યા પ્રાથમિક શાળા સેક્ટર-૨૩, શ્રીમતી.આર.જી. પટેલ કન્યા માધ્યમિક શાળા સેક્ટર-૨૩, સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-૩૦,ગાંધીનગર, સબાસપુર પ્રાથમિક શાળા મુ.સાબાસપુર, કલોલ, ગાંધીનગર  શાળાના વિદ્યાર્થીઓ ગુજકોસ્ટ ધ્વારા આગામી માસમાં યોજાનાર રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધામાં ગાંધીનગર જીલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. તેમજ નિસર્ગ સાયંસ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.અનિલભાઈ પટેલે વિજેતા શાળાઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

Download Our B K News Today App



Related News