નરેન્દ્ર મોદીએ આપ્યો સફળતાનો ગુરૂમંત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 15:05:51
  • Views : 489
  • Modified Date : 2019-05-26 15:05:51

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાનીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)નાં નવા ચૂંટાયેલા સાંસદ એનડીએની સંસદીય દળની બેઠકમાં પહોંચી ચુક્યા છે. બેઠકમાં હિસ્સા લેવા માટે વડાપ્રધાન મોદી પણ પહોંચ્યા હતા.વડાપ્રધાનનું સ્વાગત પુર્વ ગૃહમંત્રી રાજનાથ સિંહે તથા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યું. . આ બેઠકમાં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે ભાજપ સંસદીય દળનાં નેતા ચૂંટવામાં આવ્યા. તેમના નામનો પ્રસ્તાવ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યો. આ પ્રસ્તાવનું સમર્થન રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ કર્યું. ત્યાર બાદ વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું કે, આ ચૂંટણી સમગ્ર વિશ્વ માટે વિસ્મય સમાન હતું. અમને મળેલા પ્રચંડ જનાદેશે જવાબદારી સોંપી છે. દેશની જનતા સેવાભાવ સ્વીકાર કરે છે. અહંકાર અહીં સ્વિકારાતો નથી. જનતાએ આપણને સેવાભાવના કારણે જ ચૂંટ્યા છે. 

Download Our B K News Today App



Related News