લાંબા સમય બાદ મહારાષ્ટ્રમાં આજે નરેન્‍દ્રભાઇ મોદી અને રાહુલ ગાંધીની ટક્કર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-13 11:41:25
  • Views : 354
  • Modified Date : 2019-10-13 11:41:25


રાહુલ ગાંધીઅસુઆ, મુંબઈના ચાંદીવલી અને ધારાવીમાં જનસભા સંબોધશે મહારાષ્ટ્રમાં પીએમ મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે રેલીને સંબોધિત કરશે. પીએમ મોદી મહારાષ્ટ્રના  જલગાંવ અને સકોલીમાં જનસભાને સંબોધિત કરશે. જ્યારે કે, રાહુલ ગાંધી અસુઆ, મુંબઈના ચાંદીવલી અને ધારાવીમાં જનસભા સંબોધશે. રાહુલ ગાંધી જનસભા દરમ્યાન પીએમસી બેંક કૌભાંડનો મામલો ઉઠાવી મહારાષ્ટ્રની  સરકારને નિશાને લેશે. જ્યારે પીએમ મોદી રાષ્ટ્ર સુરક્ષા,  આર્ટિકલ ૩૭૦ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરશે. મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્રમાં આગામી ૨૧મી તારીખે મતદાનઅને ૨૪મી તારીખે મતગણના થવાની છે. જેથી મહારાષ્ટ્રમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.

Download Our B K News Today App



Related News