નંદિની ભૌમિક પંડિત બની લગ્ન કરાવે છે, તેઓ લોકોની માનસિકતા બદલવા માગે છે કે, બ્રાહ્મણનું કામ માત્ર પુરુષો જ કરી શકે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 15:12:13
  • Views : 331
  • Modified Date : 2020-12-16 15:12:13


    બંગાળી લગ્નોમાં મહિલા પંડિત તરીકે નંદિની ભૌમિકને નજરે પડે છે. નંદિની લગ્નની વિધિ કરાવે છે. તેમની સાથે અન્ય ત્રણ મહિલા બ્રાહ્મણ પણ હોય છે જેઓ વિધિ પ્રમાણે ધાર્મિક આયોજન કરે છે. તેમનાં નામ રૂમા રોય, સેમંતી બેનર્જી અને પુલોમી ચક્રવર્તી છે. પશ્ચિમ બંગાળમાં નંદિનીના ગ્રુપને ‘શુભમસ્તુ’ તરીકે ઓળખવામાં આવે છે.નંદિનીએ કહ્યું કે, ‘ઘણીવાર લગ્નમાં એવા દુલ્હા-દુલ્હન પણ છે જેઓ સંસ્કૃતમાં બોલતા શ્લોકનો અર્થ જાણવા માગે છે. હું તેમને આ તમામ શ્લોકનો અર્થ અંગ્રેજી અને બંગાળી ભાષામાં સમજાવું છું. નંદિનીને આ કામની પ્રેરણા આચાર્ય ગૌરી ધર્મપાલ પાસેથી મળી. તેઓ કોલકાતામાં લેડી બોર્નબોન કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર છે.’ નંદિની ભૌમિક છેલ્લા 10 વર્ષથી 40 મેરેજ કરાવી ચૂક્યા છે.નંદિની કોલકાતાની જાધવપુર યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર છે. આ ઉપરાંત તે થીયેટર આર્ટિસ્ટ પણ છે. તેમની એક દીકરી પણ છે. નંદિનીના જીવન અને કાર્યો પર એક બંગાળી ફિલ્મ પણ બની છે તેનું નામ ‘બ્રહ્મા જનેન ગોપાન કોમ્મેટી’ છે. તેઓ લોકોના વિચાર બદલવા માગે છે કે, પંડિતનું કામ માત્ર પુરુષો જ કરી શકે છે. પણ મહિલાઓ પણ આ કામ કરવામાં સમર્થ છે.

Download Our B K News Today App



Related News