નક્કાશનું TRAILER રીલીઝ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 15:41:21
  • Views : 550
  • Modified Date : 2019-05-14 15:41:21

હાલમાં સોશિયલ મીડિયામાં ફિલ્મ નક્કાશનું ટ્રેલર ચર્ચામાં છે. હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાય પર બનેલી આ ફિલ્મની વાર્તા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ ટ્રેલર સાત લાખ કરતા વધારે વખત જોવાઈ ચુક્યું છે. ફિલ્મ નક્કાશમાં બનારસમાં રહેતા મુસ્લિમ કારીગર અલ્લારખાંની વાર્તા છે. તે મંદિરના ગર્ભગૃહ બનાવવાનું કામ કરે છે. બનારસમાં ચાલી રહેલી રાજકીય હલચલને કારણે તેના કામમાં અવરોધ થાય છે જેના કારણે તે મંદિરમાં ખુલ્લેઆમ કામ કરવાના બદલે છુપાઈને કામ કરવાનું પસંદ કરે છે જેથી કોઈને ખબર ન પડે કે એક મુસ્લિમ મંદિરમાં કામ કરે છે. આ ફિલ્મને બનારસના લોકેશન પર શૂટ કરવામાં આવી છે. એ. બી. ઇન્ફોસોફ્ટ ક્રિએશન, જલસા પિક્ચર્સ અને પદ્મજા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી નક્કાશના નિર્માતા પવન તિવારી, ગોવિંદ ગોયલ અને જૈગમ ઇમામ છે. ફિલ્મમાં ઇનામુલ હક, શારિબ હાશ્મી, કુમુદ મિશ્રા, રાજેશ શર્મા, ગુલ્કી જોશી, પવન તિવારી, હરમિન્દર સિંહ અલગ, સિદ્ધાર્થ ભારદ્વાજ, શોભના ભારદ્વાજ અને અનિલ રસ્તોગી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 31 મે, 2019ના રિલીઝ થઈ રહી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118