ભારતની જીત હવે મેહુલ ચોકસીની નાગરિકતા જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:23:30
  • Views : 479
  • Modified Date : 2019-06-26 11:24:04

ફરાર કારોબારી મેહુલ ચોકસી પર સકંજા વધારે મજબુત કરવામાં આવી રહ્યો છે. પ્રત્યાર્પણના સતત દબાણનો સામનો કરી રહેલા
એન્ટીગુઆના વડાપ્રધાને હવે ચોકસીની નાગરિકતાને રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે કહ્યુ છે કે તે અપરાધીને કોઇ રીતે સંરક્ષણ આપી શકે નહીં. મેહુલની નાગરિકતા રદ કરવામા ંઆવ્યા બાદ તેને હવે ભારત પરત ફરવુ પડશે. પીએનબી કોંભાડના આરોપી મહેલુ ચોકસી પર ગંભીર પ્રકારના આરોપ છે.
ભારત ચોકસીને પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માટે કટિબદ્ધ છે. થોડાક દિવસ પહેલા જ તપાસ સંસ્થાઓએ ચોક્સીને બિમાર હોવાના દાવા બાદ એર એમ્બુલન્સમાં લાવવા માટેની પણ ખાતરી આપી હતી. ચોકસીએ હાલમાં ભારત આવવાનો ઇન્કાર કર્યો હતો. જા કે તપાસમાં સહકાર કરવાની ખાતરી આપી હતી.પંજાબ નેશનલ બેંકને ૧૪ હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર હિરા કારોબારી મેહુલ ચોકસીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા છે. મુંબઈ હાઈકોર્ટે સોમવારે આ સંદર્ભમાં મોટો નિર્ણય કર્યો  હતો.  ચોકસીના આરોગ્યના સંદર્ભમાં કોર્ટને માહિતી આપવા માટે નિષ્ણાંતોની એક ટીમની રચના કરવામાં આવી ચુકી છે.
આ ટીમના રિપોર્ટને જાઈને કોર્ટ નક્કી કરશે ચોકસી આરોગ્યની દ્રષ્ટિએ વિમાની યાત્રા કરવામાં સંક્ષમ છે કે કેમ. કોર્ટે ચોકસીના વકીલોને આ સુધી હીરા કારોબારીના મેડિકલ રિપોર્ટને રજુ કરવા આદેશ કર્યો હતો.

Download Our B K News Today App



Related News