N T R Jrનો આજે જન્મદિવસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 14:58:09
  • Views : 788
  • Modified Date : 2019-05-20 14:58:09

 N T R jrને સાઉથના સલમાન ખાન કહેવામાં આવે છે. 1983માં જન્મેલ એનટીઆર આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે.જૂનિયર એનટીઆરની દમદાર એક્ટિંગ અને ફાઇટિંગનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે. તેના એક એક સીનને દર્શકો તાલીઓના ગગડાટની સાથે વધાવી લે છે. કહેવાય છે કે જૂનિયર એનટીઆર એક ફિલ્મ માટે 18થી 20 કરોડ રૂપિયા ફી લે છે.એનટીઆરનો જન્મ હૈદરાબાદમાં થયો છે તેમનું નામ તેમના દાદાજી પરથી રાખવામાં આવ્યુ છે. તે પ્રખ્યાત એક્ટર, ફિલ્મ નિર્માતા અને આંધ્રપ્રદેશના સીએમ એનટી રામારાવના પૌત્ર છે. જૂનિયર એનટીઆરના પ્રશંસકો ફક્ત સાઉથ પુરતા જ સીમિત નથી પણ સમગ્ર દેશમાં તેમના પ્રશંસકો રહેલા છે. હિંદી ફિલ્મોમાં તેના પ્રશંસકો એક બીજી વાત માટે પણ તેમને ઓળખે છે. સલમાન ખાનની હીરોઈન ભૂમિકા ચાવલા સાથે તેમની રિલેશન રહી હતી.જૂનિયર એનટીઆર રાજામૌલીની આગામી ફિલ્મ આરઆરઆરમાં પણ નજર આવશે. RRRમાં જૂનિયર એનટીઆર સાથે આલિયા ભટ્ટ, રામ ચરણ, અજય દેવગન પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. RRR ફિલ્મ 30 જુલાઈ 2020 રીલિઝ થશે. જૂનિયર એનટીઆરની આ ફિલ્મ હિંદી સિવાય તમિલ, તેલુગૂ, મલયાલમ સહિત બીજી ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118