મારૂં ડેથ સર્ટિફિકેટ ખોવાયું છે, સમાચારપત્રમાં છપાઈ આવી જાહેરાત

  • Published By :
  • Published Date : 2022-09-24 15:27:42
  • Views : 276
  • Modified Date : 2022-09-24 15:27:42

આમ તો દરરોજ સમાચાર પત્રમાં હજારો જાહેરાત છપાતી હશે પરંતુ આની વાત જ કંઈક અલગ છે. વાસ્તવમાં આ જાહેરતના માધ્યમથી એક જીવિત વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેનાથી પોતાનું ડેથ સર્ટિફિકેટ (મરણ પ્રમાણપત્ર) ખોવાઈ ગયું છે શુ આ ચોંકાવનારા સમાચાર નથી. લોકો આ જાહેરાતથી મુંઝવણમાં છે કે આખરે કોઈ જીવિત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ કેવી રીતે બની શકે છે. જો ભૂલથી ડેથ સર્ટિફિકેટ બની પણ જાય તો તેના ખોવાઈ જવાની સુચના કોઈ સમાચાર પત્રમાં કેવી રીતે છપાઈ શકે છે જ્યારે જાહેરાત છપાવનાર વ્યક્તિ પોતે જ દાવો કરી રહ્યો હોય કે તેનાથી પોતાનું ડેથ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે.આસામના હોજાઈ જિલ્લાના લામડિંગના સિમુલતાલાના રહેવાસી રણજીત કુમાર ચક્રવર્તીએ આ જાહેરાત આપી હતી. જાહેરાતમાં લખ્યુ હતું કે, 'મારાથી મારૂ ડેથ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે. 07/09/2022ના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ મારાથી તે ખોવાઈ ગયું છે.' આ સાથે જ તેણે ડેથ સર્ટિફિકેટનો રજિસ્ટ્રેશન નંબર અને પોતાનું નામ પણ લખ્યું છે તેમજ જાહેરાતમાં પોતાનું સંપૂર્ણ સરનામું પણ આપવામાં આવ્યું છે. 

Download Our B K News Today App



Related News