મુઝફ્ફરપુરની લાખની બંગડીઓ G-20 સંમેલનમાં રાષ્ટ્રાધ્યક્ષોને ભેટમાં અપાશે

  • Published By :
  • Published Date : 2022-09-21 16:10:52
  • Views : 250
  • Modified Date : 2022-09-21 16:10:52

લહઠીને વૈશ્વિક ઓળખ અપાવવાની કવાયતને પગલે તેના વ્યવસાયિકો અને કારીગરોમાં ભારે આનંદ વ્યાપ્યો છે. એમએસએમઈ (MSME) મંત્રાલયે તેની નિકાસ માટે એક વિસ્તૃત યોજના પણ બનાવી છે. આ પહેલના કારણે લહઠી ઉદ્યોગ અને કારોબાર સાથે સંકળાયેલા જિલ્લાના 50,000 જેટલા લોકોની આશા વધી છે. આત્મનિર્ભર ભારત, પ્રધાનમંત્રી મુદ્રા લોન અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના વગેરેના માધ્યમથી લહઠીના ક્ષેત્રમાં મહત્તમ સ્વરોજગાર અને કારોબારને પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલા ઉદ્યમીઓ અને કારોબારીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. રાષ્ટ્રીય બજારમાં પ્રતિસ્પર્ધામાં ટકી રહે તે માટે લહઠીની ગુણવત્તા અને તેની ડિઝાઈન વગેરે પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આગામી 15મી નવેમ્બરથી ઈન્ડોનેશિયાના બાલી ખાતે G-20 સંમેલન યોજાવા જઈ રહ્યું છે. તેમાં ભારતને આગામી વર્ષે યોજાનારા સંમેલનની અધ્યક્ષતાની જવાબદારી પણ સોંપવામાં આવશે. G-20 સંમેલનમાં સામેલ થનારા રાષ્ટ્રોના અધ્યક્ષોને ભારત તરફથી મુઝફ્ફરપુરની ઓળખ સમાન લહઠી એટલે કે, લાખની બંગડીઓ ભેટમાં આપવામાં આવશે. આ સંમેલનને યાદગાર બનાવવા માટે ભારત તરફથી રાષ્ટ્રાધ્યક્ષોને ભેટમાં લહઠી સહિતના હસ્તકલા સાથે સંકળાયેલા અન્ય ઉત્પાદનોનો ઉપહાર ધરવામાં આવશે. ઉદ્યોગ વિભાગે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનામાં મુઝફ્ફરપુરની લહઠીનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના સ્તરેથી લહઠીને જી-20 સંમેલનમાં લઈ જવામાં આવશે. ઈસ્લામપુરમાં લહઠીનું એક પ્રખ્યાત બજાર આવેલું છે. ત્યાં ઝારખંડથી લાખ મંગાવવામાં આવે છે. બાદમાં રામબાગ, પંખાટોલી, મનિયારી વગેરે વિસ્તારના અનેક ડઝન ગામોમાં ઘરે-ઘરે લહઠી તૈયાર કરવામાં આવે છે. 500થી પણ વધારે નાના-મોટા વ્યવસાયીઓ તેના સાથે સંકળાયેલા છે. મુઝફ્ફરપુરમાં વાર્ષિક 50 કરોડથી પણ વધારેનો વ્યવસાય થાય છે.

Download Our B K News Today App



Related News