અભિનેત્રી મુમતાઝનું નિધન ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 18:37:26
  • Views : 543
  • Modified Date : 2019-05-04 18:37:26

જાણીતી અભિનેત્રી મુમતાઝના પરિવારે તેમના નિધનના સમાચારને રદ કર્યા છે અને કહ્યું કે તેઓ બિલકુલ સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર એવા પ્રકારના સમાચાર આવ્યા હતા કે મુમતાઝનું નિધન થઇ ગયું છે. તેમના પરિવારના એક સભ્ય એ કહ્યું કે તેઓ જીવિત અને તંદુરસ્ત છે. તેઓ જાણવા માંગે છે કે બધા લોકો કેમ ખોટા સમાચાર ફેલાવી રહ્યાં છે.મુમતાઝ 70 વર્ષના છે અને લંડનમાં પોતાના પરિવારની સાથે રહે છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પણ તેમના નિધનની અફવા ફેલાઇ હતી, જેને મુમતાઝની દીકરી તાન્યાએ સોશિયલ મીડિયા પર નકારી હતી.અભિનેત્રી મુમતાઝના મોતની અફવા એક ટ્વીટ બાદ ફેલાઇ. ત્યારબાદ ફિલ્મ નિર્માતા મિલાપ ઝવેરી એ ટ્વીટ કરતાં કહ્યું કે મુમતાઝ આન્ટી જીવિત છે અને સંપૂર્ણુપણે સ્વસ્થ છે. હમણાં જ તેમની અને તેમના ભત્રીજા સાથે વાત થઇ છે. તેઓ ઇચ્છે છે કે આવી અફવાઓ બંધ થાય.1970ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ મુમતાઝ એ ‘મેલા’ ‘અપરાધ’, ‘નાગિન’, ‘બ્રહ્મચારી’, ‘રામ ઔર શ્યામ’ , ‘દો રાસ્તે’ અને ‘ખિલૌના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.જે ખુબ જ લોકપ્રિય રહી હતી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118