સલમાન ખાનને ધમકી આપવાના મામલે મુંબઈ પોલીસે લીધો એક્શન

  • Published By :
  • Published Date : 2022-09-13 13:42:44
  • Views : 290
  • Modified Date : 2022-09-13 13:42:44

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને થોડા મહિના પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપી હતી. આ મામલામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પૂછપરછ કરવા માટે પહોંચી હતી.

પૂછપરછ માટે જલ્દી પંજાબ રવાના થશે મુંબઈ પોલીસ

સલમાનના ઘરે ગયા પછી મુંબઈ પોલીસનું કહેવું છે કે આ તેમની રૂટિન પ્રોસેસનો એક ભાગ છે. જો કે, સલમાનને મળેલી ધમકી મામલે મુંબઈ પોલીસની એક ટીમ જલ્દી પંજાબ રવાના થવાની છે. હકીકતમાં સિદ્ધુ મુસેવાલા મર્ડરની તપાસ કરી રહેલી પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીએ કબૂલ્યું છે કે તેઓ સલમાનને મારવા મુંબઈ ગયા હતા. સાથે જ તેમને એ પણ જણાવ્યું કે તેઓ લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરે છે.

સલમાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો

સલમાનના પિતા સલીમ મોર્નિંગ વોક પરગયા હતા. વોક પછી સલીમ ખાનને એક લેટર મળ્યો હતો, જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે લેટરમાં લખ્યું હતું, સલીમ, સલમાન ટૂંક સમયમાં તમારી હાલત પણ મૂસેવાલા જેવી હશે. તેના પછી સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને બ્રાંદ્રા સ્ટેશનમાં આ સંબંધમાં કેસ દાખલ કરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મામલાને 3 મહિના થઈ ગયા છે

સલમાનના વકીલને ધમકી મળી ચૂકી છે

લોરેન્સ ગેંગે સલમાનને ધમકી આપ્યા પછી તેના વકીલ હસ્તીમલ સારસ્વતને ધમકી મળી હતી. તેમણે ધમકી આપતા પત્રમાં લખ્યું, દુશ્મનનો મિત્ર દુશ્મન જ હોય છે. અમે કોઈને છોડીશું નહીં. તારા પરિવારને પણ નહીં. જલ્દી તારી હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી થશે.

સલમાનને મારવા માટે 4 વખત પ્લાનિંગ કરી ચૂક્યો છે લોરેન્સ

લોરેન્સ, સલમાનને મારવા માટે 4 વખત પ્લાનિંગ કરી ચૂક્યો છે. તેના માટે તેને રાઈફલ પણ ખરીદી હતી. લોરેન્સે શૂટર સંપત નેહરાને 2018માં સલમાનને મારવા માટે મુંબઈ મોકલ્યો હતો. સંપતની પાસે પિસ્તોલ હતી. જો કે સલમાન પિસ્તોલની રેન્જથી ઘણો દૂર હતો. આવી સ્થિતિમાં તે મારી શક્યો નહીં. તેના પછી તેને વધારે રેન્જવાળી એક રાઈફલ ખરીદી. સંપત ફરીથી સલમાનને મારવા ગયો. પરંતુ તે તેને મારતા પહેલા પકડાય ગયો. તેના પછી લોરેન્સે 2 વખત તેને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને સલમાનને મારવાની તક ન મળી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138