વડોદરામાં મુંબઈ જતી લકઝરી ટ્રેલર સાથે અથડાઈ, 6નાં મોત

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-18 11:54:46
  • Views : 243
  • Modified Date : 2022-10-18 11:54:46

    વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસે રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત અને 17 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતમાં બે પુરુષ, ત્રણ મહિલા સહિત એક બાળકનું મોત થયું છે. ગત 4 ઓક્ટોબરના રોડ દરજીપુરા એરફોર્સ પાસે છકડોરિક્ષા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ બસ રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી એ દરમિયાન વહેલી સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં ગોઝારો અકસ્માત થયો છે. આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. ખાનગી બસ વહેલી સવારે ઓવરટેક કરવાની લાયમાં ઘઉં ભરેલા ટ્રેલરે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. કપૂરાઇ ચોકડી પાસેના હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસચાલકો અંગે વારંવાર ફરિયાદ કરતાં પણ આ અંગે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.આ ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસનાં પતરાં કાપવા પડ્યાં હતાં, જેના પરથી ખ્યાલ આવે કે બસ ઘણી જ સ્પીડમાં હશે અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હશે, જેને કારણે બસનો કુચડો થઈ ગયો છે.

 

Download Our B K News Today App



Related News