મુંબઈએ દિલ્હીને હરાવ્યું, પ્લેઑફમાં પહોંચ્યું બેંગલુરૂ, જાણો આગામી મેચ ક્યારે અને કોની વચ્ચે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 11:06:15
  • Views : 347
  • Modified Date : 2022-05-22 11:06:15

 

મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હીને હરાવ્યું

દિલ્હી કેપિટલ્સનું પ્લેઑફમાં પહોંચવાનું સપનું તૂટ્યૂ

પ્લેઑફમાં પહોંચ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ

 

હવે લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે પ્લેઑફ મુકાબલો રમાશે. એટલે આ જ ચાર ટીમોમાંથી આઈપીએલ 2022નું ચેમ્પિયન મળશે.

 

 

આઈપીએલ 2022 પ્લેઑફ

ક્વોલિફાયર 1- ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સ (24 મે)

એલિમિનેટર- રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે લખનઉ સુપર જાયન્ટ્સ (25 મે)

 

દિલ્હી કેપિટલ્સ- 159/7
મુંબઈ ઇન્ડિયન્સ- 160/5

 

ટિમ ડેવિડે બદલી નાખી આખી મેચ

મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મેચમાં ટિમ ડેવિડે કમાલ કરી દીધી. ટિમને જીવનદાન મળ્યું, જેનો તેમણે ખુબ ફાયદો ઉઠાવ્યો. ટિમે 11 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા પણ સામેલ હતા. એક સમયે મેચ મુંબઈની પકડથી દૂર જઇ રહી હતી, પરંતુ ટિમ ડેવિડે આવીને આખી ગેમ પલટી નાખી. ટિમ સિવાય તિલક વર્માએ પણ છેલ્લી ઓવરમાં 17 બોલમાં 21 રન બનાવ્યા.

ટિમ ડેવિડના ધમાલથી પહેલા ઈશાન કિશને પણ 48 રનોની ઇનિંગ રમી, કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવી શક્યા. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 37 રનોની શાનદાર ઇનિંગ રમી, પરંતુ તેઓ લાંબી ઇનિંગ ન રમી શક્યા. મુંબઈ ઇન્ડિયન્સે પોતાની આઈપીએલ 2022ની સફરને જીત સાથે ખતમ કરી. અને મુંબઈની આ જીત સાથે બેંગલુરૂના ફેન્સને જશ્ન મનાવવાનો મોકો મળ્યો.

 

Download Our B K News Today App



Related News