'તાંડવ'ના પક્ષકાર મુકુલ રોહતગીએ કહ્યું- સીન હટાવ્યા છતાં શો અને મેકર્સ પર 6 રાજ્યોમાં 7 FIR ફાઈલ થઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 12:54:19
  • Views : 370
  • Modified Date : 2021-01-30 12:54:19

    ધાર્મિક સંવેદનાને હર્ટ કરવાના કેસમાં 'તાંડવ'ના પક્ષકાર મુકુલ રોહતગીએ કહ્યું કે સીન હટાવ્યા છતાં શો અને મેકર્સ પર 6 રાજ્યોમાં 7 FIR ફાઈલ થઇ છે. રોજ નવી FIR સામે આવી રહી છે. સારું એ રહેશે કે બધી FIRને ક્લબ કરી મુંબઈમાં ટ્રાયલ ચલાવવામાં આવે. મુકુલે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમ્યાન 'તાંડવ'ના મેકર્સનો પક્ષ રાખ્યો. સુપ્રીમ કોર્ટે જોકે મેકર્સને એન્ટિસિપેટરી બેલ દેવા અને FIRથી રાહત મેળવવા માટે હાઇકોર્ટ જવા કહ્યું છે. મુકુલ સાથેની વાતચીતના પ્રમુખ અંશ...

    અમારા ક્લાયન્ટ્સનું માનવું છે કે શોમાં કંઈપણ વાંધાજનક નથી. આ સોશિયલ અને પોલિટિકલ સટાયર છે. તેમ છતાં દરેક વાત પર હિન્દુસ્તાનમાં વિવાદ થાય છે. હંમેશાં થતો રહ્યો છે. તેમ છતાં અમે બે સીન કટ કરી નાખ્યા. ત્યારબાદ પણ અત્યારસુધીમાં 4થી 6 FIR ફાઈલ થઇ ગઈ છે. તે FIRમાં કોઈ દમ નથી. ક્યાયથી પણ ધાર્મિક લાગણી હર્ટ કરવાનો મુદ્દો નથી. FIR ફાઈલ કરનારા બધા લોકો પબ્લિસિટી સીકર છે. આઈડિયા છે કે તેમના નામ પણ ન્યૂઝ પેપરમાં આવે. હું આ પ્રકારના 50 કેસ લડી ચૂક્યો છું. કોઈએ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ કર્યો તો કોઈએ સિરિયલ વિરુદ્ધ કર્યો. મેં એક આવો જ કેસ લડ્યો હતો જ્યારે એમએફ હુસૈનની એક પેન્ટિંગ પર વિવાદ થયો હતો.

    એ જ કે જો FIR રદ ન થઇ શકે તો તેને ક્લબ કરીને એક જગ્યાએ ટ્રાયલની અનુમતિ આપવામાં આવે. છ સ્ટેટમાં અમે જઈશું તો અમારું હેરેસમેન્ટ થઈ જશે. તો તે ક્લબ થઇ જાય કોઈ એક પોલીસ સ્ટેશનમાં તો અમે મુંબઈ હાઇકોર્ટમાં જઈ શકીએ છીએ તેને કેન્સલ કરાવવા માટે.તેમનું શું રહેશે, કેસ જ ટ્રાન્સફર થઇ જશે તો અમે FIR કેન્સલ કરાવવાની ટ્રાય કરીશું. યુપી પોલીસ પાસે અન્ય કોઈ કામ નથી કે મુંબઈ જઈને આવા કેસની તપાસ કરે. દિલ્હી યુપી સહિત દરેક જગ્યાએ તોફાન થઇ રહ્યા છે, તે બાબતને તેઓ પ્રાથમિકતા આપે.

    સીધી વાત છે, ડેરોગેટરી વાત જો કોઈ કરે ઇસ્લામ પર કે હિન્દૂ અથવા કોઈ અન્ય ધર્મ પર તો તે વાત આ કેટેગરીમાં આવે છે. કોઈપણ ધર્મના દેવી દેવતાઓને ખોટી રીતે ડેપિક્ટ કરવામાં આવે તો તે પણ કાયદાકીય રીતે ઠેસ પહોંચાડવાની વાત હેઠળ આવે છે. ખરાબ, અયોગ્ય હરકત હોય. ભગવાનને કીચડ વગેરે જેવી ગંદી જગ્યા પર સ્થાપિત દેખાડવામાં આવે, તો કાયદાકીય રીતે ખોટું છે. 'તાંડવ' તો પોલિટિકલ સટાયર છે.

    અમે ક્યા કહી રહ્યા છીએ કે અમારો હક છે. અમે થોડી કહી રહ્યા છીએ કે અમે હર્ટ પણ કરીશું અને કોર્ટમાં પણ લડીશું.એમએફ હુસૈનના ટાઈમ પર થયો હતો. ત્યારે FIR ક્લબ થઇ હતી. હાઇકોર્ટમાં ગયા બાદ તે કેન્સલ થઇ ગઈ હતી. આ લોકોના લિબરાઈઝ્ડ એટિટ્યૂડની વાત છે. ફ્રીડમ ઓફ સ્પીચ છે. કોઈ ધર્મનું હોવું ન જોઈએ. અમારા કેસમાં પણ કોઈને હર્ટ કરવામાં આવ્યા નથી.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139