મુખ્તાર અંસારીનો 7 વર્ષની કેદની સજા, જેલરને ધમકાવવા મામલે

  • Published By :
  • Published Date : 2022-09-21 17:12:39
  • Views : 226
  • Modified Date : 2022-09-21 17:12:39

વર્ષ 2003માં તત્કાલીન જેલર એસ કે અવસ્થીએ આલમબાગ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે જેલમાં મુખ્તાર અંસારીને મળવા આવતા લોકોની તલાશી લેવાના આદેશ આપવા પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે જ તેની સાથે અપશબ્દો બોલતા મુખ્તારે તેની તરફ પિસ્તોલ પણ તાકી હતી. આ કેસમાં ટ્રાયલ કોર્ટે મુખ્તારને નિર્દોષ જાહેર કર્યો હતો જેની સામે સરકારે અપીલ દાખલ કરી હતી.માફિયા મુખ્તાર અંસારીની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રાજધાનીના આલમબાગ પોલીસ સ્ટેશનના એક અપરાધિક મામલે માફિયા મુખ્તાર અંસારીને દોષી ઠેરવ્યો છે. કોર્ટે તેને બે વર્ષની કેદની સજા સંભળાવી છે. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે રાજ્ય સરકારની અપીલને મંજૂરી આપતાં આ નિર્ણય સંભળાવ્યો હતો. મુખ્તાર અંસારી હાલમાં બાંદા જેલમાં બંધ છે અને તેની સુરક્ષા માટે જેલ તંત્રની સાથે કાનપુરના એક ડેપ્યુટી જેલરની ડ્યુટી લગાવવામાં આવી છે. જેલ તંત્રના જણાવ્યા પ્રમાણે મુખ્તારની સુરક્ષામાં લગભગ 32 સુરક્ષાકર્મી 24 કલાક ડ્યુટી કરી રહ્યા છે. જેમાં અંદરના બેરેકમાં રહેતા સુરક્ષાકર્મીઓ બોડી કેમ્સથી સજ્જ છે. એટલે કે દરેક ગતિવિધિની નજર બોડીમાં લગાવેલા કેમેરામાં રેકોર્ડ થાય છે.

Download Our B K News Today App



Related News