અજય દેવગણ અને શાહરુખ ખાન પર ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું- ઊંચા લોકોની નીચી પસંદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 11:31:56
  • Views : 394
  • Modified Date : 2020-12-31 11:31:56

    મુકેશ ખન્ના ઘણીવાર સોશિયલ મીડિયા પર સામાજિક મુદ્દા પર તેમની વાત રજૂ કરે છે. હાલ માં જ એક્ટરે શાહરુખ ખાન અને અજય દેવગણ પર નશીલી વસ્તુના પ્રચારને લઈને વાર કર્યો છે સોશિયલ મીડિયા પર એક્ટરે અજય દેવગણ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો. જેના પર લખ્યું હતું 'કભી ખુદ ખાકર દેખા હૈ? (ક્યારેય ખુદ ખાઈને જોયું છે?)કેપ્શનમાં એક્ટરે લખ્યું, 'બોલો ઝુબાન કેસરી, ઊંચે લોગો કી પસંદ, મેં યું હી નહીં બન જાતા, આઈ એમ ધ મેન ઓફ ઓલ સીઝન. શું છે આ બધું? લોકોને ભ્રમિત કરવાનો જોખમી રસ્તો. હાનિકારક વસ્તુઓનો નાટકીય રીતે દુષ્પ્રચાર. કોઈ નથી રોકતું આને, ના ખાવાવાળા, ના પ્રચારક, ના સરકાર. કોઈના બાપનું શું જાય છે.'

    આ મુદ્દે જોડાયેલો એક વીડિયો પણ એક્ટરે શેર કર્યો. જેમાં તેમણે કહ્યું, 'આપણી આસપાસ ઘણા એવા પ્રોડક્ટ્સ છે જે શરીર માટે હાનિકારક છે પણ તેમ છતાં સરકાર તેને મંજૂરી આપે છે. હું સિગરેટ, દારૂ અને ગુટખાની વાત કરી રહ્યો છું. મને સરકારની વધુ આશ્ચર્ય તે બોલિવૂડ એક્ટર્સથી થયું, જે પોતાનો ચહેરો આપીને આનો પ્રચાર કરે છે.'મુકેશ ખન્નાના સૌથી લોકપ્રિય શો 'શક્તિમાન' પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. 'શક્તિમાન' 1997થી લઈને 2005 સુધી દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઇ હતી. આ સ્ટોરી પર હવે 3 ભાગમાં ફિલ્મ બનશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જૂન પછી શરૂ થશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120