માઉન્ટ એવરેસ્ટ પર 'ટ્રાફિક જામ'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 12:48:53
  • Views : 513
  • Modified Date : 2019-05-26 12:48:53

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું દરેક પર્વતારોહકનું સ્વપ્ન હોય છે. અપાર મુસીબતો અને જોખમો બાદ પર્વતારોહક આ શિખરની ટોચે પહોંચે છે. જોકે, તાજેતરમાજ માઉન્ટ એવરેસ્ટ ખાતે અલ્કપનીય ટ્રાફિક જામ થયો હોવાના મીડિયા અહેવાલો છે. ટ્રાફિક જામની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ છે. અહેવાલો મુજબ એક જ દિવસમાં એક જ સમયે શિખર નજીક 200 પર્વતારોહકો પહોંચી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો.નિર્મલ પુર્જા નામના પર્વતારોહકે ફેસબુક પર તસવીર પોસ્ટક કરીને લખ્યુંહતું કે 22મી મેના રોજ સવારે 5.30 વાગ્યે હું એવરેસ્ટ પર પહોંચ્યો હતો. આજે હું બેઝકેમ્પ પર પરત ફર્યો છું અને મારા અંદાજે એ દિવસ આશરે 320 જેટલા લોકો શિખર નજીક હતા.પુર્જાએ પોસ્ટ કરેલી આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીરને 1000થી વધારે વાર શેર કરવામાં આવી છે. આ તસવીરના કારણે એવરેસ્ટ જતા પર્વતારોહકની ચિંતામાં વધારો થયો છે.

Download Our B K News Today App



Related News