બુસ્ટર ડોઝની સીધી અસર વચ્ચે શેરબજારમાં સર્વાંગી તેજી રહી બજારમાં દિવાળી વધુ ૧૦૭૫ પોઇન્ટનો મોટો ઉછાળો નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 11:29:46
  • Views : 413
  • Modified Date : 2019-09-24 11:29:46

કોર્પોરેટ ટેક્સ રેટમાં શુક્રવારના દિવસે જારદાર ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં તેજીનો માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. આજે શેરબજારમાં બમ્પર તેજી વચ્ચે બેંચમાર્ક ઇન્ડેક્સમાં આશરે ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. છેલ્લા બે કારોબારી સત્રમાં સૌથી મોટો ઉછાળો નોંધાઈ ચુક્યો છે. શુક્રવાર બાદથી ઇÂક્વટી માર્કેટમાં જારદાર તેજી જામી છે. શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારામને કોર્પોરેટ ટેક્સ રેટને ૩૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. આજે કારોબારના અંતે બેંચમાર્ક બીએસઈ સેંકેસ્કસ ૧૦૭૫ પોઇન્ટ અથવા તો ૨.૮૩ ટકા વધીને ૩૯૦૯૦ની સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં નવ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઇન્ફોસીસના શેરમાં પાંચ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, આઈટીસી અને એÂક્સસ બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. એનએસઈમાં નિફ્ટી ૩૨૯ પોઇન્ટ ઉછળીને ૧૧૬૦૩ની સપાટી પર રહ્યો હતો તેમાં ૩૨૯ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧૫૬૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૦૫૪૮ રહી હતી. છેલ્લા બે કારોબારી સેશનમાં સેંસેક્સ અને નિફ્ટીમાં આઠ ટકાનો ઉછાળો નોંધાઈ ચુક્યો છે. આઈટી અને ફાર્મામાં ઉથલપાથલ રહી હતી. આઈટી ઇન્ડેક્સમાં ૨.૮૮
ટકાનો ઘટાડો અને નિફ્ટી ફાર્મામાં બે ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૪૩૪ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૪૫૫૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૬૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૫૬૫ રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૬૨૯ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. જેથી તેની સપાટી ૩૮૦૧૪ રહી હતી.  આવી જ રીતે નિફ્ટી ૧૯૯ પોઇન્ટ ઉછળીને ૧૧૨૭૪ની સપાટીએ રહ્યો હતો.  નવા સત્રમાં દલાલસ્ટ્રીટને તેજી તરફ લઇ જનાર છ પરિબળોમાં
એફએન્ડઓની પૂર્ણાહૂતિ,
એફઆઈઆઈ પ્રવાહ, મોદીની અમેરિકા યાત્રા, બેંક લોન ગ્રોથ ડેટાનો સમાવેશ થાય છે. બજાર ઉપર સૌથી સારી અસર મોદીની અમેરિકાની યાત્રાથી થનાર છે જેમાં મોદી અમેરિકામાં હાઉડી મોદી નામના મોટા ઇવેન્ટ યોજી ચુક્યા છે.
આ કાર્યક્રમના ભાગરુપે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત થઇ રહી છે. મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત ઉપર તમામની નજર રહેલી છે. આની અસર બજારમાં ચોક્કસપણે હકારાત્મકરીતે જાવા મળનાર છે. રોકાણકારો બેંકલોન ગ્રોથના ડેટાને લઇને ઉત્સુક છે. આ ડેટા ૨૭મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે શેરબજારમાં અભૂતપૂર્વ ઉછાળો રહ્યો હતો અને છેલ્લા એક દશકના ગાળામાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો ૧૯૨૧ પોઇન્ટનો સેંસેક્સમાં રહ્યો હતો. આજે કારોબાર શરૂ થવાની સાથે જ તેજી શરૂ થઇ ગઇ હતી અને છેલ્લે સુધી દિવાળી જેવો માહોલ રહ્યો હતો. આજે ધારણા પ્રમાણે જ તેજી રહી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી ૪૧૯૩ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. જા કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા ફિસ્કલ રાહતના પગલા બાદ તેજીનો માહોલ હવે જાવા મળે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર શુક્રવારના દિવસે કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે વધારવામાં આવેલા ટેક્સ સરચાર્જને એફપીઆઈના હાથે ડેરિવેટિવ્સ સહિત કોઇપણ સિક્યુરિટીના વેચાણથી ઉભી થનારા માર્કેટ મૂડી લાભ પર લાગૂ નહીં
કરવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રીની આ જાહેરાત બાદ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

Download Our B K News Today App



Related News