કોરોના ઃ ૨૧૦ દેશોમાં મોતનો આંક વધીને ૧૯૧,૦૬૧ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 12:01:49
  • Views : 798
  • Modified Date : 2020-04-25 12:01:49

કોરોના વાયરસે દુનિયાના દેશોમાં પ્રકોપ જારી રાખીને હાહાકાર મચાવેલો છે. મોત અને કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ કેસો અને મોતના આંકડામાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. દુનિયાના તમામ દેશો પોતાની રીતે કોરોના પર બ્રેક મુકવા માટેના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સફળતા મળી રહી નથી. સમસ્યા ગંભીર બની રહી છે. દુનિયાના દેશોમાં આર્થિક સ્થતિ પણ ખરાબ થઇ રહી છે. વિશ્વના દેશોમાં કોરોનાના કેસોની સંખ્યા હવે વધીને ૨૭૨૫૯૨૦ ઉપર પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૧૯૧૦૬૧ સુધી પહોંચી ગયો છે. આ આંકડો હજુ ખુબ ઉપર જઇ શકે છે. કારણ કે નવા કેસો તો આવી જ રહ્યા છે. સાથે સાથે ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૮૬૭૬ રહેલી છે. જે ગંભીર સ્થતીનો સંકેત આપે છે.કોરોના કહેર હજુ જારી રહી શકે છે.  વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. દુનિયાના ૨૧૦ કરતા વધારે દેશો કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમના અર્થતંત્ર ભાંગી પડવાના આરે પહોંચી ગયા છે. અમેરિક અર્થતંત્રને પણ નુકસાન થયુ છે. તમામ દેશો પગલા લઇ રહ્યા છે પરંતુ હાલમાં બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે.લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે.કોરોનાના કારણે સ્થતી ક્યારેય સુધરશે તે અંગે હાલમાં વાત કરવી મુશ્કેલ છે.
સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્થતી સુધરી રહી નથી. જ્યારે જાપાન, ચીન સહિતના દેશોમાં સ્થતીમાં સુધારો થયો છે. સુપર પાવર અમેરિકા અને સ્પેન તેમજ ઇટાલી જેવા દેશો કોરોનાની સામે જંગ હારતા દેખાઇ રહ્યા છે.   સ્પેન, ફ્રાન્સ અને  ભારતમાં પણ કેસોની
સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે.   વિશ્વમાં કોરોનાની સ્થતી કેટલી ખતરનાક છે તેનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે  મોતના આંકડાના મામલામાં અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન, બેલ્જયમ સૌથી આગળ રહ્યા છે. આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડી દીધા છે.  હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની
સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થતી વણસી ગઇ છે.   હવે સૌથી અસરગ્રસ્ત દેશોમાં ભારત પણ સામેલ છે. કારણ કે કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ભારતમાં પણ હવે સ્થતી ખરાબ થઇ રહી છે. કારણ કે કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.

Download Our B K News Today App



Related News