મોરારજી દેસાઈ અને પી.ચિદમ્બરમના નામે છે સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-27 18:11:01
  • Views : 419
  • Modified Date : 2020-01-27 18:11:01

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને ત્યારપછીના એક દિવસ બાદ એટલે કે 1લી ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મોદી સરકારની બીજી ઈનિંગમાં સતત બીજુ બજેટ રજૂ કરશે. આમ દેશમાં અત્યારસુધીમાં સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ ભૂતપુર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના નામે છે. ભારતના ચોથા પ્રધાનમંત્રી બન્યા તે અગાઉ દેસાઈએ નાણાંપ્રધાન તરીકે 10 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારપછી બીજા ક્રમ પર પી.ચિદમ્બરમ આવે છે. તેમણે આઠ વખત સંસદમાં બજેટ રજૂ કર્યું હતું.આમ 13મી માર્ચ, 1958ના રોજ પ્રથમ વખત નાણાંપ્રધાન બન્યા મોરારજી દેસાઈ મોરારજી દેસાઈ પહેલી વખત 13મી માર્ચ, 1958થી 29,ઓસક્ટ,1963 સુધી દેશના નાણાંપ્રધાન હતા.ત્યારબાદ માર્ચ,1967થી જુલાઈ,1969 સુધી તેમણે નાણાંપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના 10 બજેટ રજૂ રજૂ કર્યા હતા. આ પૈકી આઠ બજેટ પૂર્ણ બજેટ, જ્યારે બે વચગાળાના બજેટ હતા. ભૂતપુર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનો 29મી ફેબ્રુઆરી,1896ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લાના એક ગામમાં જન્મ થયો હતો. જેઓએ દેશમાં પ્રથમ વખત 1977માં બિન-કોંગ્રેસી સરકારમાં મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે 24મી માર્ચ, 1977થી 28મી જુલાઈ, 1979 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા.તેમજ સૌથી વધારે ચાર વખત નાણાંપ્રધાન રહ્યા પી.ચિદમ્બરમ સૌથી વધારે વખત ચાર વખત નાણાંપ્રધાન બની ચુકેલા પી. ચિદમ્બરમે કુલ આઠ બજેટ સંસદ રજૂ કર્યા છે. ચિદમ્બરમ પહેલી વખત એચડી દેવેગૌડાના વડપણ હેઠળ સંયુક્ત ગઠબંધન સરકારમાં 1લી જૂન,1996ના રોજ નાણાંપ્રધાન બન્યા હતા.તેઓ 21મી એપ્રિલ,1997 સુધી નાણાંપ્રધાન રહ્યા.ત્યારબાદ 1લી મે,1997થી 19મી માર્ચ, 1998 સુધી તેઓ તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દ્રકુમાર ગુજરાલની સરકારમાં નાણાંપ્રધાન રહ્યા.ત્યારબાદ ડો.મનમોહનસિંહના નેતૃત્વમાં બનેવી UPA સરકારના પ્રથમ કાર્યકાળમાં ચિદમ્બરમે 22મી મે,2004થી લઈ 30મી નવેમ્બર,2008 સુધી નાણાંપ્રધાન રહ્યા. ચિદમ્બરમ ચોથી વખત મનમોહનસિંહના વડપણ હેઠળ UPA સરકારના બીજા કાર્યકાળમાં સરકારમાં 31મી જુલાઈ, 2012થી 26,મે,2014 સુધી નાણાંપ્રધાન રહ્યા હતા.

Download Our B K News Today App



Related News