‘ધ મેરિડ વુમન’ની એક્ટ્રેસ મોનિકા ડોગરેએ કહ્યું, ‘કિસ સીન કરતી વખતે રિદ્ધિને તાવ આવતો હતો, આથી હું ડરેલી હતી’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 14:50:52
  • Views : 356
  • Modified Date : 2021-03-09 14:50:52

    ‘વર્લ્ડ વુમન્સ ડે’ પર વેબ શો ‘ધ મેરિડ વુમન’ રિલીઝ થયો. મોનિકા ડોગરા અને રિદ્ધિ ડોગરા આ શોમાં લીડ રોલ પ્લે કરી રહ્યા છે. શોની સ્ટોરી 90ના દાયકાની છે. શોમાં મહિલાઓનાં ઈમોશન અને તેમની સ્ટ્રગલની સ્ટોરી જણાવી છે. ભાસ્કર સાથે ખાસ વાતચીત દરમિયાન મોનિક ડોગરાએ શો સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાત શેર કરી.

    શૂટિંગ નવેમ્બર-ડિસેમ્બરમાં દિલ્હી અને મુંબઈમાં થયું છે. કોવિડ પછી પરિસ્થિતિ ઘણી અલગ હતી અને દર ત્રીજે દિવસે અમારા કોવિડ ટેસ્ટ થઇ રહ્યા હતા. એક જગ્યાએ 300 લોકો ભેગા થતા હતા ત્યારે ઘણો ડર લાગતો હતો, પરંતુ આ સાથે મને ઘણો ગર્વ પણ થતો હતો. કારણ કે, જ્યારે દુનિયા અટકી પડી હતી ત્યારે મારી પાસે સમય ઓછો હતો. દિવાળી વખતે રિદ્ધિની તબિયત સારી નહોતી. તેને તાવ આવતો હતો. આવી સ્થિતિમાં મારે તેને કિસ કરવી પડી હતું ત્યારે મને ડર લાગ્યો હતો. પરંતુ અમે સીન પૂરો કર્યો અને મને કંઈ ના થયું તો ખુશ હતી. આજે જો કોઈને છીંક પણ આવે છે તો હું તેમને જોઈને વિચારવા લાગુ છું કે એ કોવિડ પોઝિટિવ તો નથી ને? લોકો પણ આ જ ડર સાથે જીવી રહ્યા છે. આપણે હવે આ રીતે જીવવાની ટેવ પાડવી જોઈએ.

    પહેલાં તો હું જણાવી દઉં કે, આ મહત્ત્વની સ્ટોરી છે, જે 90નાં દાયકાની છે. પરંતુ આજે પણ મહિલાઓ સાથે આવી ઘટના થતી રહે છે. મારું કેરેક્ટર પીપલિકાનું છે, જે ઘણા અંશે મારા જેવી જ. માત્ર બે વસ્તુઓ જ સરખી નથી. મારું કેરેક્ટર પોતાની લાઇફમાં દરેક કામ દિલથી કરે છે, મગજથી નહિ.એક્ટર તરીકે તમે વધારે વિચારતા નથી. રિયલ લાઈફમાં બે વ્યક્તિ એકબીજાના પ્રેમમાં હોય ત્યારે તેઓ વધારે વિચારતા નથી. તેમને જે કરવું હોય તે જ કરે છે. આથી કિસિંગ સીન કરવો સરળ હતો. રિદ્ધિ ઘણી સુંદર છે. તે સીન પણ સરળતાથી શૂટ થઇ ગયો.અમે બંને જમ્મુથી છીએ. તે ઉપરાંત અમારા વચ્ચે કોઈ કનેક્શન નથી

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138