લોકડાઉન ઃ રાહતો છતાં મોલ્સના કારોબારમાં ૭૭ ટકાનો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-24 12:02:56
  • Views : 385
  • Modified Date : 2020-06-24 12:02:56

કોરોનાના વાયરસના કહેર વચ્ચે અનલોક-૦૧ના અમલ સાથે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં બજારો ધમધમતા થયા છે. મહામારી તેમજ લાંબા સમયના લોકડાઉનના કારણે જૂનના પ્રથમ પખવાડિયામાં મોલ્સની અંદર આવેલી નાની મોટી દુકાનોના કારોબારમાં એક વર્ષ પૂર્વેની તુલનામાં ૭૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં શહેરી વિસ્તારોના બજારો સ્થિત દુકાનોના કારોબારમાં
પણ ૬૧ ટકાનો ઘટાડો થયો છે. રીટેલર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા(ઇછૈં)ના તાજેતરના એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. એસોસીએશન દેશભરમાં નાના – મોટા બજારોની ગતિવિધિઓ પર નજર રાખવાનું કામ કરે છે. સંગઠનના રિપોર્ટ મુજબ કોરોના વાયરસના કારણે ગત માર્ચથી લાગુ કરાયેલી તાળાબંધીમાં હાલ ઘણીબધી છુટછાટ જાહેર કરાઈ છે. તેમ છતાં બજારોની નાની – મોટી દુકાનો તેમજ સ્ટોર્સના કારોબારમાં હાલ કોઈ સુધારો જોવા મળ્યો નથી. આરએઆઈના સર્વેમાં નાની મોટી ૧૦૦થી વધુ છુટક વેચાણ કરતા દુકાનદારોનો મત સામેલ કરાયો હતો. લોકડાઉનમાંથી જૂનના આરંભ સાથે રાહત
અપાઈ હતી અને લગભગ ૭૦ દિવસથી વધુ સમયગાળા બાદ બજારો ખુલવા લાગ્યા છે. સંગઠનનાં એક નિવદેનમાં જણાવાયું છે કે ગ્રાહકોમાં જોઈએ તેવો ઉત્સાહ જોવા મળતો નથી. સંગઠનના
તાજેતરના જ અન્ય એક સર્વેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશમાં દર પાંચમાંથી ચાર ગ્રાહક માને છે કે લોકડાઉનના નિયમો દૂર કરાયા બાદ પણ તેમનાં ખર્ચમાં
પહેલાંની તુલનામાં ઓટ જ રહેશે. ફરસાણ સહિત અન્ય ગરમાગરમ નાસ્તા પીરસતી હોટેલના વ્યવસાયમાં પણ ૭૦ ટકાનો ઘટાડો થયો છે. રેડીમેડ વસ્ત્રો અને ડ્રેસના છુટક વેચાણમાં ૬૯ ટકા અને ઘડિયાળ સહિત અન્ય વ્યક્તિગત ઉપયોગની ચીજવસ્તુઓના વેપારમાં પણ ૬૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. સંગઠનના જણાવ્યા મુજબ બજારો ધીમે ધીમે ખુલતા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાની ગાડી પુનઃ પાટે ચડાવવા માટે તમામ સખ્તાઈને દૂર કરવાનો સારો નિર્ણય કર્યો છે.

Download Our B K News Today App



Related News