'કંગના મને ભાડે આવેલી આંદોલનકારી સમજે છે? હું તેને મારા ખેતરમાં નોકરી આપવા સક્ષમ છું' પંજાબનાં 80 વર્ષનાં મહિન્દર કૌરે કંગના રનૌતને આપ્યો જડબાતોડ જવાબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 15:05:55
  • Views : 512
  • Modified Date : 2020-12-02 15:05:55

    પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ દિલ્હીની સીમા પર અડ્ડો જમાવીને સમગ્ર દેશને એક મહlત્ત્વનો મેસેજ આપ્યો છે. કૃષિ કાયદા વિરુદ્ધ રસ્તા પર ઊતરેલા ખેડૂતોમાં દરેક ઉંમરના લોકો સામેલ છે. પછી તે પુરુષ હોય કે મહિલાઓ. પંજાબથી બે વૃદ્ધ મહિલા, જેમની ઉંમર 80 વર્ષ કરતાં વધારે છે, તેઓ પણ આ પ્રદર્શનમાં સામેલ થયાં છે. ભટિંડાના મહિન્દર કૌર અને બરનાલાના જનગીર કૌર ખેડૂત આંદોલનનાં પોસ્ટર ફેસ બની ચૂક્યાં છે. જૈફ વય છતાં આટલી ઠંડીમાં વિરોધપ્રદર્શનમાં સામેલ થઈને તેઓ દરેક લોકોને પ્રેરણા આપી રહ્યાં છે.કૃષિ કાયદા વિરુદ્ધ સપ્ટેમ્બર મહિનાથી પંજાબમાં આંદોલનની શરૂઆત થઈ ચૂકી હતી. ત્યારથી બંને મહિલાઓ આંદોલનમાં ભાગ લઈ રહી છે. મહિન્દર કૌર પાસે કુલ 13 એકર જમીન છે. મહિન્દર કૌર વિરોધપ્રદર્શનમાં સામેલ થઈને ખેડૂત આંદોલનને આર્થિક મદદ પણ કરી રહી છે.મહિન્દર કૌરનાં ખેતરોમાં અત્યારે એક ડઝન કરતાં વધારે ખેતમજૂરો કામ કરે છે અને તેઓ હાલ શાકભાજી ઉગાડવાનું કામ કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેઓ ગામના ખેડૂત આંદોલનમાં ભાગ લેતા ભાઈએ સાથે ગામના પેટ્રોલ પંપ સુધી પહોંચ્યાં ત્યારે જ કોઈએ તેમનો ફોટો પાડી લીધો હતો. ત્યારથી તેઓ આ ખેડૂત આંદોલનમાં ચર્ચાનો વિષય બન્યાં છે. મહિન્દર કૌર વાઇરલ તસવીરમાં ભારતીય કિસાન યુનિયન એકતાના ઝંડા સાથે દેખાઈ રહ્યાં છે.

   

     નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મહિન્દર કૌરની તસવીર શેર કરીને લખ્યું હતું કે આ દાદી શાહિનબાગ ગયાં હતાં અને હવે પૈસા માટે અહીં પણ આવી ગયાં. કંગનાએ સરતચૂકથી શાહિનબાગનાં દાદી બિલ્કિસની મહિન્દર કૌર સાથે સરખામણી કરી દીધી હતી.કંગનાની આ ટ્વીટ પર દાદી ખૂબ ગુસ્સે થઈ ગયાં હતાં અને તેમણે કહ્યું હતું કે તેઓ 13 એકર જમીનના માલિક છે અને આજે પણ તેમના ખેતરમાં 1 ડઝનથી વધારે મજૂરો કામ કરે છે. તેમણે કંગનાને પણ ખેતરમાં મજૂરી કરવાની ઓફર આપતાં કહ્યું હતું કે ખેડૂતોના અપમાન માટે તેને સજા મળવી જ જોઈએ.મહિન્દર કૌરે કહ્યું હતું કે તેઓ ખેડૂત ભાઈઓના હક માટે ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યાં છે અને આગામી સમયમાં પણ કરતાં રહેશે. આ સંજોગોમાં 100 રૂપિયાના ભાડે આંદોલનમાં ભાગ લેવાનો અણછાજતો આક્ષેપ મૂકીને કંગનાએ મારું જ નહિ, તમામ આંદોલનકારીઓનું અપમાન કર્યું છે. તેને સજા મળવી જોઈએ.



Download Our B K News Today App



Related News