મોદી-ટ્રમ્પની મિત્રતાએ ડેમોક્રેટિક ગુજરાતીઓમાં ગાબડું પાડ્યું, ટ્રમ્પે દિકરી ઇવાન્કા અને પુત્ર ટ્રમ્પ જુનિયરને ગુજરાતીઓના દિલ જીતવા મોકલ્યા હતાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-05 13:30:59
  • Views : 358
  • Modified Date : 2020-11-05 13:30:59

              ઇલેક્શન, કાઉન્ટિંગ, ગુજરાતી વોટર્સ અને ઇલેક્શનનાં સરપ્રાઇઝ એલિમેન્ટ્સ વિશે વિશાલ પાટડિયાએ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન્સ ઓફ જ્યોર્જિયાના પ્રમુખ ડો. વાસુદેવ પટેલ સાથે વાતચીત કરી હતી.હજુ લાખો બેલેટ્સ ગણાવાના બાકી છે. ઇલેક્ટોરલ વોટ્સ પ્રમાણે બાઈડેન આગળ છે. પણ મેઇલિંગ અને એબ્સન્ટીનાં લાખો વોટ ગણાશે. મારા મતે તો રીઝલ્ટ માટે કોર્ટ બેટલ થશે. કોણ પહેલા કેસ કરે છે તે જોવું રહ્યું..આ વખતે ગુજરાતીઓમાં ટ્રમ્પ તરફ ઝોક જોવા મળ્યો. જેનું મુખ્ય કારણ નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદી જેવી ઇવેન્ટ થકી ટ્રમ્પની મોદી સાથેની મિત્રતા ગણી શકાય. સાથે જ ટ્રમ્પનું આતંકવાદ સામેનું સ્ટેન્ડ પણ લોકોને ગમ્યું. જો કે, એચ-1 વિઝા મુદ્દે ગુજરાતીઓએ ટ્રમ્પને નાપંસદ પણ કર્યા.મારા મતે 80થી 85 ટકા ગુજરાતીઓએ ટ્રમ્પ તરફ જ્યારે 15થી 20 ટકાએ ડેમોક્રેટ્સ તરફી વોટીંગ કર્યું છે. ગઇ વખતે ગુજરાતીઓએ અબ કી બાર ટ્રમ્પ સરકાર ઇવેન્ટ થકી 1 મિલિયન ડોલર રેઇઝ કર્યા હતાં. તેમ છતાં 35થી 40 ટકા ગુજરાતીઓએ ડેમોક્રેટ્સ તરફી વોટીંગ કર્યું હતું. મોદી-ટ્રમ્પની મિત્રતાએ તેમાં ગાબડું પાડ્યુંટ્રમ્પની દિકરી ઇવાન્કા અને ટ્રમ્પ જુનિયરે ગુજરાતી વિસ્તારોમાં જઇને કેમ્પેઇન કર્યું હતું. વર્કિંગ દિવસ હોવા છતાં 2,500થી 3,000 ગુજરાતીઓ તેમાં આવ્યા હતાં. તેવી જ રીતે ડેમોક્રેટિક પાર્ટીએ ન્યુજર્સી જેવા વિસ્તારોમાં ગુજરાતીઓ માટે કેમ્પેઇન કર્યા હતાં..લોકોએ ટ્રમ્પને લોકડાઉન છતાં ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી માટે પસંદ કર્યા છે તેવું લાગ્યું. આજે પણ અમરેકિામાં એમ્પ્લોયીની અછત છે જેનું કારણ ટ્રમ્પનું સ્ટીમ્યુલસ પેકેજ છે. જે વ્યક્તિ 100 ડોલર કમાતી હતી તેને સરકાર 200 ડોલર આપી રહી છે. લોકો ઘરે બેસીને સહાય પર જીવે છે. આશ્ચર્ય એ છે કે યુવાન અશ્વેતોએ અને સ્પેનિસ વોટર્સ ટ્રમ્પ તરફ ગયા હશે.જેનું કારણ ટ્ર્મ્પની ઇકોનોમિક પોલિસી જ કહી શકાય. આ લોકો વર્ષોથી ડેમોક્રેટિક પાર્ટીને વફાદાર રહ્યા છે..

Download Our B K News Today App



Related News