મોદી સરકારના 100 દિવસ પુરા થાય તે પહેલા નવી 167 યોજનાઓ અમલમાં મુકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 18:24:54
  • Views : 647
  • Modified Date : 2019-07-13 18:24:54

મોદી સરકારની બીજી ઈનિંગમાં 167 એવા આઈડિયા પસંદ કરવામાં આવ્યા છે જેને સરકારનો 100 દિવસનો કાર્યકાળ પુરો થાય તે પહેલા લાગુ કરવામાં આવશે.મોદી સરકારની બીજી ઈનિંગના 100 દિવસ 15 ઓક્ટોબરે પુરા થઈ રહ્યા છે. જેના ભાગરૂપે ક્રાંતિકારી કહી શકાય તેવા 167 આઈડિયાઝને લાગુ કરવા માટે તમામ વિભાગોને આદેશ આપ્યો છે. આ માટે 15 ઓક્ટોબર ડેડલાઈન રહેશે.એક અંગ્રેજી અખબાર દ્વારા કેબિનેટ સચિવ પ્રદિપ સિન્હાએ તમામ વિભાગોને મોકલેલી નોંધનો ઉલ્લેખ કરીને આ અહેવાલ પ્રગટ કરાયો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, મંત્રાલયો દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન બાદ જે આઈડિયાઝનુ લિસ્ટ તૈયાર કરાયુ છે તેને 100 દિવસમાં અમલમાં મુકવાના છે. તેના પર કેટલી પ્રગતિ થઈ તેનો અઠવાડિયક રિપોર્ટ તૈયાર કરીને મોકલવાનો રહેશે. સરકારે તેની સાથે સાથે લોકોની ફરિયાદોના નિકાલ માટે સેન્ટ્રલાઈઝડ પબ્લિક ગ્રિવન્સ રીડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમને પણ વધારે મજબૂત બનાવવાનુ નક્કી કર્યુ છે.

Download Our B K News Today App



Related News