આર્થિક મંદી વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત, ટેક્સમાં કર્યો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 14:59:51
  • Views : 431
  • Modified Date : 2019-09-20 14:59:51

દેશના અર્થ તંત્રને ફરી બેઠું કરવાના એક પ્રયાસ રૂપે કેન્દ્ર સરકારે કોર્પોરેટ સેક્ટરના કરવેરા ઘટાડવાનો નિર્ણય કર્યો હતો.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે સવારે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો ક્રાન્તિકારી નિર્ણય લીધો હતો. સ્થાનિક કંપનીઓ અને નવી કંપનીઓને આ રાહતનો લાભ મળશે.

તેમણે કહ્યું કે કંપનીઓએ હવે 22 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. સરચાર્જ સહિત ટેક્સનો દર 25.17 ટકા થશે. નાણાં પ્રધાને કહ્યું હતું કે જે કંપનીઓ કોઇ છૂટછાટ નહીં લે એમને માટે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સના દર ઘટાડવામાં આવ્યા હતા.

નવી કંપનીઓએ મેટ દેવામાં પણ રાહત આપવામાં આવી હતી. 2019ના ઓક્ટોબર માસ પછી જે કંપનીઓ સ્થપાશે એમણે ફક્ત 15 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. એમના પર ટેક્સનો રેટ 17.01 ટકાનો રહેશે.

તેમણે પત્રકારોને કહ્યું હતું કે ટેક્સ  ઘટાડવાથી સરકારને 1,45 લાખ કરોડનું નુકસાન થશે. આ નુકસાન સરકારને દર વરસે થતું રહેશે, જે કંપનીઓએ ચાલુ વર્ષના જુલાઇ પહેલાં બાયબેકનો નિર્ણય કર્યો હતો તેમના પર બાયબેક ટેક્સ નહીં લાગુ પડે.

નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન સેન્સેક્સ 1270 અંક ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી 269 અંક વધ્યો છે.

Download Our B K News Today App



Related News