મોદી સરકારે અમીરો પર લગાવ્યો વધારાનો ટેક્સ; સોનું-પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-05 15:19:36
- Views : 558
- Modified Date : 2019-07-05 15:19:36
નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલું બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ મજબૂત દેશ માટે મજબૂત નાગરિક છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે જે મેગા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે તેને હવે આગળ વધારવાનો સમય આવી ગયો છે. ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે, દ્રઢ સંકલ્પ હોય તો ઉદ્દેશ પૂરો થાય છે. ઉર્દુમાં એક શેર છેભાષણમાં બજેટના મહત્વના મુદ્દાઓઅમીરો પર વધારાનો ટેક્સમોદી સરકારે વધારે કમાણી કરનાર લોકો પર વધારે ટેક્સ લગાવ્યો છે. હવે 2થી 5 કરોડની કમાણી કરનાર લોકો પર 3 ટકા વધારાનો ટેક્સ અને 5 કરોડથી વધારે કમાણી કરનાર પર વધારાનો 7 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.સોનું-પેટ્રોલ-ડીઝલ-તમાકુ બધુ મોંઘુ થયુંસોના પર કસ્ટમ ડ્યટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી. તમાકુ પર વધારાનો વેરો લગાવવામાં આવ્યો. પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયો સેઝ વધારવામાં આવ્યો.મિડલ ક્લાસ માટે મોટી જાહેરાતમિડલ ક્લાસ માટે મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે રૂ. 45 લાખનું ઘર ખરીદવા પર વધારે રૂ. 1.5 લાખની છૂટ આપવામાં આવી છે. હાઉસિંગ લોનના વ્યાજપર મળનારી છૂટ હવે 2 લાખથી વધીને રૂ. 3.5 લાખ કરવામાં આવી છે. આ સિવાય રૂ. 2.5 લાખ સુધીના ઈલેક્ટ્રિક્ટ વેહિકલ પર ભારે છૂટ આપવામાં આવી છે.ટેક્સેશનરૂ. 45 લાખની હોમ લોનના વ્યાજપર ટેક્સની સીમા વધારીને 3.5 લાખ કરવામાં આવી, જે પહેલાં રૂ. 2 લાખ હતી.નાણામંત્રીએ કહ્યું, પ્રત્યક્ષ કર સંગ્રહ 2013-14માં 6.38 લાખ કરોડથી વધીને 2018-19માં 11.37 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. 78 ટકાનો વધારો થયો છે.વાર્ષિક 250 કરોડના ટર્નઓર વાળી કંપની માટે કોર્પોરેટ ટેક્સ અત્યારે 25 ટકા છે. અત્યારે 400 કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપની પણ 25 ટકા ટેક્સના સ્લેબમાં આવે છે. એટલે કે 99.3 કંપનીઓ 25 ટકા ટેક્સના સ્લેબમાં આવે છે. માત્ર 0.7 ટકા કંપનીઓ જ આ સ્લેબમાંથી બહાર છે.ઈલેક્ટ્રિક વ્હેકિલ ખરીદવા માટે જો લોન લેવામા આવી હશે તો તે ચૂકવવામાં ટેક્સમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે.દેશમાં 120થી વધારે લોકો પાસે આધારકાર્ડ છે. જેમની પાસે પેન કાર્ડ નથી તેઓ હવે આધારકાર્ડથી પણ ઈન્કમટેક્સ રિર્ટન ભરી શકશે.કેશમાં બિઝનેસ પેમેન્ટ કરવાની પ્રવૃત્તિ રોકવા માટે એક બેન્ક ખાતામાંથી વર્ષમાં રૂ. 1 કરોડથી વધારે વિડ્રો કરવાથી 2 ટકા ટીડીએસ લાગશે.બેન્કિંગસીતારમણે કહ્યું- જનધન બેન્ક ખાતુ ઘરાવનાર મહિલાઓને રૂ. 5,000નો ઓવર ડ્રાફ્ટની સુવિધા મળશે. આઈબીસી અને અન્ય પ્રયત્નોમાં 4 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રિકવરી થઈ.કમર્શિયલ બેન્કોમાં એનપીએ એક લાખ કરડો કરતાં વધારે ઘટ્યો. છેલ્લા 4 વર્ષ દરમિયાન 4 લાખ કરોડની રિકવરી થઈ છે.ડોમેસ્ટિક ક્રેડિટ ગ્રોથ 13.8 ટકા વધી છે. રૂ. 70 હજાર કરોડ આપવામાં આવશે જેથી પબ્લિક સેક્ટર બેન્કોની કેપિટલ વધારી શકાય.જાહેર સાહસની બેન્કોને રૂ. 70 હજાર કરોડ વધારે આપવામાં આવશે.સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં કામ કરનાર કોઈ એક મહિલાને મુદ્રા સ્કીમ અંતર્ગત 1 લાખ રૂપિયાનું ધિરાણ મળશે.100 લાખ કરોડનું રોકાણ પાયાની સુવિધાઓ માટે આગામી 5 વર્ષમાં કરવામાં આવશે.એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના નવા સિક્કા જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ તે ચલણમાં રાખવામાં આવશે.શિક્ષણશિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવશે. 400 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિશ્વ સ્તરીયસંસ્થાઓ બનાવવામાં આવશે.નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવાનો પ્રસ્તાવ. તેના દ્વારા વિભાગોના ઝઘડાનો ઉકેલ લાવવામાં આવશે. રાષ્ટ્રીય હિતના રિસર્ચને પ્રાથમિકતા આપવામાં આવસે. તે સાથે જ નક્કી કરવામાં આવશે કે રિસર્ચનું ડુપ્લિકેશન ન થઈ શકે.10 લક્ષ્ય નિર્ધારિત કરાયામાર્ચ 2019માં દેશમાં ટ્રાન્સપોર્ટ માટે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ લોન્ચ કર્યું. આ દેશની પહેલી સ્વદેશી પેમેન્ટ સિસ્ટમ છે. તેના દ્વારા લોકો ઘણાં પ્રકારના ટ્રાન્સપોર્ટ ચાર્જનું પેમેન્ટ કરી શકે છે.2018થી 2030 વચ્ચે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 50 લાખના રોકાણની જરૂર છે. પીપીપી મોડલનો ઉપયોગ ત્વરિત વિકાસ અને યાત્રી ભાડા સાથે જોડાયેલી સેવાઓના વિકાસમાં કરવામાં આવશે.ફ્રેશ અથના ઈન્ક્રિમેન્ટલ લોન પર દરેક જીએસટી રજિસ્ટર્ડ MSMEને 2 ટકા અનુદાન માટે રૂ. 350 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 1.5 કરોડના ટર્નઓવર કરતાં દુકાનદારોને વડાપ્રધાન કર્મયોગી માનધન યોજના અંતર્ગત પેન્શન આપવામાં આવશે. ઈન્સ્યોરન્સ ઈન્ટરમીડિએટરીઝ વિસ્તારમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી.હું સોશિયલ સ્ટોક એક્સચેન્જ બનાવવાનો પ્રસ્તાવ મૂકી રહી છું જેથી સામાજિક કલ્યાણના વિસ્તારમાં કામ કરી રહેલા ઉદ્મીઓ અને ટ્રસ્ટ મુડી ભેગી કરી શકે. આ સ્ટોક એક્સચેન્જ સેબીની જેમ કામ કરશેગામ-ગરીબના લોકો માટે જાહેરાતનિર્મલા સીતારમણે કહ્યું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, ભારતની આત્મા ગામડાઓમાં રહે છે. અમારા દરેક પ્રયાસમાં અત્યોદયની ભાવના છે. અમે ગામ-ગરીબ અને ખેડૂતોને અમારી યોજનાઓનું કેન્દ્ર બિંદુ રાખ્યા છે. ગામમાં રહેતા દરેક વ્યક્તિને વીજળી આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.2022 સુધી અમે દરેક લોકોને ઘર આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 2019-20થી 2022 સુધી 1.95 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. તેમાં ટોયલેટ, વીજળી, પાણી, લાઈટ અને ગેસની દરેક પાયાની સુવિધાઓ આપવામાં આવશે.પ્રતિ મકાન નિર્માણનું લક્ષ્ય 314ની જગ્યાએ 11 દિવસ રાખવામાં આવ્યું છે. 97 લોકોને દરેક સિઝનમાં રોડ-રસ્તા આપવામાં આવશે.નાણાપ્રધાને કહ્યું- ઝીરો બજેટ ખેતી પર ભારણ આપવામાં આવશે. ખેતીના જૂના ઢાંચા પ્રમાણે પરત ફરવાનો ઉદ્દેશ. તેનાથી જ ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશઆવતા પાંચ વર્ષમાં વડાપ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત 1.25 લાખ કિમી રસ્તાનું નિર્માણ કરાશે. તે માટે 80,250 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.2022 સુધીમાં દરેક ઘરમાં વીજળી અને રાંધણ ગેસપહોંચાડવામાં આવશે.સ્ટાર્ટઅપ-મહિલાઓ માટે યોજનાનાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, સરકાર સ્ટડી ઈન ઈન્ડિયા લોન્ચ કરી રહી છે. તેના અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે. 5 વર્ષ પહેલાં વિશ્વના ટોપ 200 વિશ્વવિદ્યાલયમાં ભારતની એક પણ યુનિવર્સિટી નહતી અને હવે આ લિસ્ચમાં ભારતના 3 વિશ્વવિદ્યાલય સામેલ છે.સ્ટાર્ટઅપ્સ માટે એક્સક્લૂસિવ ટીવી ચેનલ શરૂ થશે. સ્ફૂર્તિ અને એસ્પાયર યોજનાઓનું વિસ્તરણ થશે.નારી તુ નારાયણી યોજના લોન્ચ કરાશે. વિવેકાનંદે કહ્યું હતું કે, દુનિયા ત્યાં સુધી ખુશ ન રહી શકે જ્યાં સુધી મહિલાઓની સ્થિતિમાં સુધારો ન થાય. એક ચકલી એક પાંખથી ઉડાન ન ભરી શકે. ભારતની વિકાસ ગાથામાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારીની એક સોનેરી ગાથા છે. હું એક કમિટીનો પ્રસ્તાવ મૂકી રહી છું, જે આ ભાગીદારી વધારવા માટે તેમનું સૂચન રાખશે.ભારતીય પાસપોર્ટ રાખનાર પ્રવાસી ભારતીયોને ભારતમાં આવતા જ આધાર મળી જશે. તેમને 180 દિવસની રાહ નહીં જોવી પડે.ભારતના વધતા પ્રભાવ અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે અમુક અન્ય દેશોમાં ભારતીય દૂતાવાસ અને ઉચ્ચાયોગ ખોલવામાં આવશે. 2019-20માં ચાર નવા દૂતાવાસ ખોલવામાં આવશે.વેપારને સરળ બનાવવા માટે ફોકસ કર્યુંએક ઈન્ડસ્ટ્રિયાલિસ્ટે કહ્યું હતું કે, અમારી કંપનીનો વિકાસ દેશ સાથે જોડાયેલો છે. આઝાદી પહેલાં ઈન્ડિયા ઈંકે સ્વદેશીને સમજ્યા અને આજે તેઓ મેક ઈન ઈન્ડિયાને સમજ્યા. ઈન્ડિયા ઈંક દેશના રોજગારના નિર્માતા છે. તેઓ દેશના આર્થિક નિર્માતા છે. કનેક્ટિવિટિ અર્થવ્યવસ્થાની જીવનધારા છે. વડાપ્રધાન ગ્રામ સડક યોજના, ભારત માલા, ઉડાન યોજના જેવી યોજનાઓ સામાન્ય જનતાને ફાયદો પહોંચાડે છે.સાગર માલાનો ઉદ્દેશ બહારના અને આંતરિક વેપારને સરળ બનાવે છે.બજેટના ભાષણના શરૂઆતના મુદ્દા5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનો લક્ષ્ય મેળવીશુંઅત્યારે આપણી 3 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી છે. આપણે ચીન અને અમેરિકા પછી ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમાં 5 વર્ષમાં ટેક્સ, બેન્કરપ્સી અને રિયલ એસ્ટેટમાં ઘણાં સુધારા કર્યા છે. ઈઝ ઓફ ડૂંઈંગ બિઝનેસ અને મુદ્રા લોન જેવા સુધારાથી વેપાર સરળ બન્યો છે.મજબૂત ભારત અમારો હેતુદેશના ભવિષ્ય માટે જનતાએ અમારા બે લક્ષ્યોને સહમતિ આપી છે. તે છે રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ. અમારો હેતુ મજબૂત ભારતનો છે.રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મથી સફળતા સંભવભારતમાં પહેલાં ક્યારેય લોકશાહીનો આટલો મોટો ઉત્સવ મનાવવામાં નથી આવ્યો. મોટી બહુમતીની સાથે કામ કરનારી સરકારને પસંદ કરાઈ છે. અમે ન્યૂ ઈન્ડિયા તરફ આગળ વધવાનું શરુ કર્યું છે. અમે દેખાડ્યું કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મથી સફળતા મળી શકે છે. મજબૂત દેશ માટે મજબૂત નાગરિક અમારું લક્ષ્ય છે. ચાણક્ય નીતિ કહે છે કે પ્રતિબદ્ધ માનવીય પ્રયાસોમાં કામ નિશ્ચિત રીતે પૂર્ણ થાય છે. 'યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ.'નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કરશે. સીતારમણે બજેટ રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં સીતારમણે પરંપરા તોડીને બ્રીફકેસની જગ્યાએ એક ફોલ્ડરમાં બજેટ લઈને પહોંચ્યા છે. અત્યાર સુધી બજેટ રજૂ કરતા પહેલા નાણાપ્રધાન એક બ્રીફકેસમાં જ બજેટ લઈને સંસદ પહોંચતા હતા. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે ફોલ્ડરમાં બજેટ લઈ જવા વિશે કહ્યું છે કે, આ ભારતીય પરંપરા છે. આ પશ્ચિમી માનસિકતાની ગુલામીમાંથી બહાર આવવાનું પ્રતીક છે. આને તમે બજેટ નહીં પરંતુ ખાતા વહી કહી શકાય છે.ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા અંતરિમ બજેટ વિશે વડાપ્રધાને કહ્યું હતું કે, આ માત્ર ટ્રેલર છે. તેથી પૂર્ણ બજેટ સાથે જનતાની ઘણી અપેક્ષાઓ છે. અલગ અલગ રિપોર્ટ્સ પ્રમાણે ઈનક્મ ટેક્સમાં રાહત આપવા સહિત સામાન્ય જનતા સાથે જોડાયેલી ઘણી મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. નિર્મલા સીતારમણનું આ પહેલું બજેટ છે. 49 વર્ષ પછી કોઈ મહિલા નાણાપ્રધાન બજેટ રજૂ કરવાના છે. નિર્મલા પહેલાં 1970માં ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું.
સરકારે 10 લક્ષ્ય નક્કી કર્યાં
1. ભૌતિક સંરચનાનો વિકાસ
2. ડિજિટલ ઈન્ડિયાને અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્ર સુધી પહોંચાડવું.
3. હરિત માતૃભૂમિ અને પ્રદૂષણ મુક્ત ભારત.
4. MSME, સ્ટાર્ટઅપ, ડિફેન્સ, ઓટો અને હેલ્થ સેકટર પર જોર.
5. જળ પ્રબંધન અને સ્વચ્છ નદીઓ.
6. બ્લૂ ઈકોનોમી
7. ગગનયાન અને ચંદ્રયાન મિશન
8. ખાદ્યાન્ન
9. સ્વસ્થ સમાજ, આયુષ્માન ભારત અને સુપોષિત મહિલાઓ-બાળકો
10. જનભાગીદારી, ન્યૂનતમ સરકાર અને અધિકત્તમ શાસન બજેટમાં સંભવિત જાહેરાતો:ઈનક્મ ટેક્સ સ્લેબ: 3 લાખ અથવા 5 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રી થાય તે પ્રમાણે ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની શક્યતા છે. અંતરિમ બજેટમાં સરકારે 5 લાખની આવક પર ટેક્સમાં રિબેટ આપવાની જાહેરાત કરી હતી. હવે તેને સંપૂર્ણ રીતે ટેક્સના સ્લેબમાંથી બહાર કરવામાં આવી શકે છે. આ પહેલાં 2014માં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.80સી ડિડક્શન: આ અંતર્ગત રોકાણ ડિડક્શનની લિમિટ રૂ. 1.5 લાખથી વધારીને રૂ. બે લાખ સુધીની કરવામાં આવી શકે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે, સરકાર આવું કરશે તો ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે.હાઉસિંગ: પહેલું ઘર ખરીદનાર લોકો માટે ટેક્સ છૂટની નવી જાહેરાત કરવામાં આવી શકે છે. હોમ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ પર 1.5 લાખ રૂપિયાના ડિડક્શનને 80-સીથી અલગ કરવામાં આવી શકે છે. વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત સબસિડીની સ્કીમ 31 માર્ચ 2020 સુધી આગળ વધારવામાં આવી શકે છે. આ યોજના અંતર્ગત પહેલીવાર ઘર ખરીદનાર લોકોને લોનના વ્યાજપર 2.6 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.હેલ્થકેર: મેડિક્લેમ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમની ચૂકવણી પર ડિડક્શન લિમિટ વધારવામાં આવી શકે છે. હાલ તે રૂ. 25,000 છે. સીનિયર સિટીઝન્સ માટે રૂ. 30,000ની ચૂકવણી સુધી પ્રીમિયમની ચૂકવણી પર ડિડક્શન મળે છે.સેવિંગ્સ: બજેટમાં ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટની જાહેરાત કરવામાં આવી શકે છે. આ એકાઉન્ટ પણ સામાન્ય ખાતાઓની જેમ બેન્કની બ્રાન્ચમાં ખોલાવી શકાશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નીતિ આયોગે નાણા મંત્રાલયને ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ શરૂ કરવાની ભલામણ કરી હતી. ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટની ખાસ એ છે કે બેન્કમાં પૈસા જમા કરવાથી પાસબુકમાં રકમની જગ્યાએ સોનાની એન્ટ્રી થશે. જરૂર પ્રમાણે ગ્રાહક સોનું અથવા પૈસા કાઢી શકે છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 129
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 99
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 83
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 89
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 90
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 71
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 74
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 88
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 94
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 115
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 145
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 92
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 67
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 80
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 75
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 105
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 64
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 68
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 62
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 94
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 60
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 97
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 70
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 545
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 185
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 81
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 138
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 83



