પ્રધાનમંત્રી મોદીએ આવાજ કરી બુલંદ: વન નેશન-વન ઈલેક્શન અંગે વિચાર્યું .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-26 14:59:21
  • Views : 401
  • Modified Date : 2020-11-26 14:59:21

બંધારણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓલ ઈન્ડિયા પ્રેસાઈડિંગ ઓફિસર્સની કોન્ફરન્સને સંબોધિત કરી છે. ગુજરાતમાં કેવડિયામાં યોજાઈ રહેલી આ ઈવેન્ટમાં મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા. આજે મુંબઈમાં થયેલા 26/11ના અટેકને 12 વર્ષ પુરા થયા છે.મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, મુંબઈ હુમલાના ઘા ભારત ભૂલી નહીં શકે. નવું ભારત નવી રીતી-નીતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આતંકને જડબાતોડ જવાબ આપનારા આપણા સુરક્ષાદળોને પણ વંદન કરું છું.વડાપ્રધાને વન નેશન-વન ઈલેક્શનની જરૂરિયાત અંગે પણ ભાર આપ્યો.મોદીએ વન નેશન, વન ઈલેક્શન અંગે વિચારણાને જરૂરી ગણાવતા કહ્યું કે, પીઠાસીન અધિકારી આ વિશે ગાઈડ કરી શકે છે. પુરી રીતે ડિઝીટાઈઝેશનનો સમય આવી ગયો છે. પીઠાસીન અધિકારી તેને વિચાર કરશે તો ધારાસભ્યોને સરળતા રહેશે. હવે આપણે પેપરલેસ પદ્ધતિઓ પર ભાર આપવો જોઈએ. બંધારણ સભા આ વાત અંગે એકમત હતી કે ભારતમાં ઘણી વાતો પરંપરાથી સ્થાપિત થશે. વિધાનસભામાં ચર્ચાથી વધુમાં વધુ લોકો કેવી રીતે જોડાયા, તેના માટે પ્રયાસ થવા જોઈએ. જે વિષયની ગૃહમાં ચર્ચા થાય, તેનાથી સંબંધિત લોકોને બોલાવવામાં આવે. મારી પાસે તો સૂચન છે, પણ તમારી પાસે અનુભવ છે.ઈમરજન્સીના સમય પછી વિધાનસભા, ન્યાયતંત્ર અને કારોબારી ઘણું બધું શીખીને આગળ વધ્યા છે.કોરોના કાળમાં ભારતની 130 કરોડની જનતાને પરિપક્વતાનો પરિચય આપ્યો છે. આ દરમિયાન સંસદના બન્ને ગૃહોમાં નક્કી સમય કરતા વધુ કામ થયું છે. સાંસદોએ વેતનમાં ઘટાડો કરીને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.કોરોનાના સમયમાં આપણી ચૂંટણી પ્રણાલી પણ દુનિયાએ જોઈ છે. સમય પર પરિણામ આવવા અને નવી સરકાર બનવી એટલું સરળ નથી. બંધારણ પાસેથી મળેલી શક્તિ તેને સરળ બનાવે છે. આવનારા સમયમાં બંધારણ 75માં વર્ષ તરફ વધી રહ્યું છે. એવામાં વ્યવસ્થાઓને સમયના હિસાબથી બનાવવા માટે આપણે સંકલ્પિત ભાવથી કામ કરવું પડશે. સંકલ્પને સિદ્ધ કરવા માટે વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રએ એક સાથે મળીને કામ કરવાનું છે.

આજે કેવડિયા ડેમનો લાભ ગુજરાત સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પણ મળી રહ્યો છે. જ્યારે રાજસ્થાનને પાણી પહોંચાડ્યું તો મને મળવા ભૈરો સિંહ શેખાવત અને જસવંત સિંહ આવ્યા હતા અને મને આશીર્વાદ આપ્યા.જનતા સાથે જોડાયેલી આ પરિયોજના લાંબા સમય સુધી અટકી રહી. આ વર્ષો પહેલા થઈ શકતું હતું, પણ જનતાને આનાથી દૂર રાખવામાં આવી. જેમણે આવું કર્યું, તેમને કોઈ દુઃખ નથી. આપણે દેશને આમાંથી બહાર કાઢવો પડશે.સરદાર પટેલની મૂર્તિની સામે જઈને એક નવી ઊર્જા મળે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોઈને ગૌરવનો અનુભવ થાય છે.દરેક નાગરિકનો આત્મવિશ્વાસ વધે, બંધારણની પણ આ જ અપેક્ષા છે. આ ત્યારે જ શક્ય હશે, જ્યારે આપણે કર્તવ્યોને પ્રાથમિકતા આપીશું. પણ પહેલાના સમયમાં જ આને ભુલાવી દેવાયું. બંધારણમાં દરેક નાગરિક માટે કર્તવ્યોનો ઉલ્લેખ છે. આપણો પ્રયાસ એ હોવો જોઈએ કે બંધારણ પ્રત્યે સામાન્ય નાગરિકોને સમજણ વધે.KYC એક નવા રૂપમાં સામે આવવું જોઈએ. Know Your Constitution. બંધારણની ભાષા એવી હોવી જોઈએ, જે બધાને ખબર પડે.

Download Our B K News Today App



Related News