મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: 312 બેદરકાર કર્મચારીને કર્યા છુટ્ટા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 19:24:29
  • Views : 549
  • Modified Date : 2019-07-10 19:24:29

મોદી સરકારે કેન્દ્ર સરકારને આધિન બેદરકાર 312 કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા નોકરી પરથી છુટ્ટા કરી દીધા છે. સરકારે આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નિવૃત કરી દીધા છે. જેમાં કેટલાક સીનિયર અધિકારી, જ્યોન્ટ સેક્રેટરી સ્તરના કર્મચારીઓને છુટ્ટા કરાયા છે. સરકારે ગ્રુપ Bના 187 અને ગ્રુપ Aના 125 અધિકારીને નિવૃત જાહેર કર્યા છે.સૂત્રોના આધાર પર એવું જાણવા મળ્યુ છે કે, અધિકારીઓ પર આ કડક કાર્યવાહી તેમની બેઈમાની અને બેદરકારીના કારણે કરવામાં આવી છે. વર્ષ 2014ના જુલાઇ મહિનાથી 2019ના મે મહિના સુધી ગ્રુપ Aના કુલ 36,000 અને ગ્રુપ Bના 82,000 અધિકારીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ગ્રુપ Aના 125 અને ગ્રુપ Bના 187 કર્મચારીની કાર્યશૈલી પર શંકાની સોઇ અટકી હતી.આ મુદ્દા પર સરકારે ખુલાસો આપ્યો કે, હાલના અનુશાસનના નિયમ અનુસાર સરકાર પાસે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર છે. સરકાર પાસે પૂર્ણ અધિકાર છે કે, તે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે મૂળભૂત જોગવાઇના નિયમ (એએફઆર) 56 (j) (i), કેન્દિ્ય સિવિલ સર્વિસ એકટ 48, પેન્શન નિયમ 1972 અને સિવિલ સેવા નિયમ 16 (3)ના  હેઠળ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકે છે. આ નિયમ સરકારની સેવાઓની થોડા-થોડા સમયે મૂલ્યાંકન અને સમય પહેલા સેવાનિવૃત્તિની નીતિઓ નક્કી કરે છે.અગાઉ પણ યૂપીમાં યોગી આદિત્યનાથની સરકારે ઝીરો ટોલેરેન્સની નીતિના આધારે 600 અર્ધ કર્મચારી અને 200 વધુ વયના કર્મચારીને નિવૃત્ત કર્યા હતા. જયારે 400 કર્મચારીને દંડ ફટકાર્યો હતો. 

Download Our B K News Today App



Related News