મોદીએ નોબેલ વિજેતા બેનર્જી સાથે મુલાકાત કરી, કહ્યું- માનવતાને સશક્ત બનાવવા માટે તમારું ઝનુન પ્રશંસનીય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 14:40:19
  • Views : 340
  • Modified Date : 2019-10-22 14:40:19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે અર્થશાસ્ત્રમાં નોબેલ જીતનાર ભારતીય મળના પ્રોફેસર અભિજીત બેનર્જી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલયમાં થયેલી આ મુલાકાત બાદ મોદીએ ટ્વીટ કર્યું, ''નોબેલ સન્માનિત અભિજીત બેનર્જી સાથે શાનદાર મુલાકાત. માનવ સશક્તિકરણ પ્રત્યે તેમનો જોશ સ્પષ્ટ દેખાય છે. અમારા વચ્ચે ઘણા મુદ્દાઓ પર સ્વસ્થ અને લાંબી વાતચીત થઇ. ભારત તેમની ઉપલબ્ધિઓથી ગૌરવાન્વિત છે. ભવિષ્ય માટે તેમને ખૂબ શુભેચ્છાઓ. ''પ્રધાનમંત્રીએ બ્યૂરોક્રેસીમાં બદલાવ પર દ્રષ્ટિકોણ જણાવ્યો- બેનર્જી મોદી સાથે મુલાકાત બાદ બેનર્જીએ કહ્યું- પ્રધાનમંત્રીજીએ મને મળવા માટે ખૂબ લાંબો સમય આપ્યો. તેમણે મને ભારત વિશે તેમના વિચારવાની રીત વિશે જણાવ્યું. તે કંઇક અલગ હતું કારણ કે એક વ્યક્તિ પોલિસી અને તેની પાછળના વિચાર વિશે જણાવે છે. પરંતુ તેમણે મને જણાવ્યું કે તેઓ શાસન વ્યવસ્થાને કેવી રીતે જોવે છે. વાતચીત દરમિયાન તેમણે મને જણાવ્યું કે તેઓ કેવી રીતે બ્યૂરોક્રેસીમાં બદલાવ લાવવા માગે છે જેથી તેને વધારે પ્રતિક્રિયા દેનાર અને જમીનની સચ્ચાઇ જાણવા લાયક બનાવી શકાય. બેનર્જીએ કહ્યું- મને લાગે છે કે એ ભારત માટે ખૂબ અગત્યનું છે કે તેને એવી બ્યૂરોક્રેસી મળે જે જમીન પર રહે અને જમીન પર આધારિત જીવનને જોઇને પ્રતિક્રિયા આપે. તેના સિવાય આપણને એક એવી સરકાર મળશે જે કોઇ પ્રતિક્રિયા નહીં આપે. મુલાકાતનો અવસર આપવા માટે પ્રધાનમંત્રીજીનો આભાર.21 વર્ષ બાદ ભારતીયએ જીત્યું અર્થશાસ્ત્રનું નોબેલ ભારતમાં જન્મેલા બેનર્જી મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં પ્રોફેસર છે. તેમની સાથે MITમાંજ પ્રોફેસર તેમની પત્ની એસ્તેય ડુફ્લો(47) અને હાર્વર્ડ યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર માઇકલ ક્રેમર (54)ને પણ આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. 21 વર્ષ બાદ કોઇ ભારતીય મૂળની વ્યક્તિને અર્થશાસ્ત્રના નોબેલનું સન્માન મળ્યું છે. આ પહેલા હાર્વર્ડ યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અમર્ત્ય સેનને 1998માં આ સન્માન મળ્યું હતું.

Download Our B K News Today App



Related News