ભવ્યાતિભવ્ય મોદીનો શપથ ગ્રહણ સમારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-30 13:01:48
  • Views : 501
  • Modified Date : 2019-05-30 13:01:48

નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારંભની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, જેમાં 6500 મહેમાન સામેલ થશે. સાંજે 7 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેશે. આ સમારંભ અંદાજે 90 મિનિટ ચાલશે. બિમ્સટેક સભ્ય દેશોના નેતાઓને ખાસ આમંત્રણ અપાયું છે. આ સિવાય ફિલ્મ, રમત-જગત, અને બિઝનેસ જગતની હસતીઓને પણ નિમંત્રણ મોકલાયું છે.વીઆઈપી મુવમેન્ટને જોતા રાજધાનીમાં સુરક્ષાનો જબરદસ્ત બંદોબસ્ત કરાયો છે. રિપોર્ટ્સના મતે વીઆઈપી મહેમાનો, રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, અને વિદેશી મહેમાનોને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસ અને 10000 સુરક્ષાબળને તૈનાત કરાયા છે. દિલ્હી પોલીસે એડવાઇઝરી રજૂ કરીને કહ્યું છે કે ગુરુવારે સાંજે 4 થી રાત્રિના 9 વાગ્યા સુધી નવી દિલ્હી વિસ્તારમાં કેટલાંય રસ્તા બંધ રહેશે.મહેમાનોને પહેલાં ચા અપાશે આ સિવાય સમોસા, સેન્ડવિચ અને મીઠાઇઓ પણ હશે. રાત્રે 9 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં તમામ મહેમાનોને ડિનર અપાશે. આ વખતે મહેમાનોને ખાસ ‘દાલ રાયસીના’નો સ્વાદ પણ ચાખવા મળશે, જેને બનાવામાં 48 કલાકનો સમય લાગે છે. તેની તૈયારી મંગળવાર સાંજથી શરૂ થઇ ગઇ છે. જમવાનું બનાવાની જવાબદારી રાષ્ટ્રપતિ ભવનના ખાસ રસોઇયાને સોંપાઇ છે.‘પાડોશી પહેલાં’ની નીતિને આગળ ધપાવતા BIMSTEC દેશોના નેતાઓને નિમંત્રણ પાઠવ્યું છે. તેના સભ્ય દેશોમાં શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, ભૂતાન, નેપાળ, ભારત અને બાંગ્લાદેશ સામેલ છે. આ સિવાય મોરેશિયસના વડાપ્રધાન અને કિર્ગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ પણ શપથગ્રહણ સમારંભનો હિસ્સો બનશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને નેતા પ્રતિપક્ષ પણ તેમાં સામેલ થશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, યુપીએ ચેયરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સમારંભમાં ભાગ લેશે.રિપોર્ટ્સના મતે કિંગ ખાન શાહરૂખ ખાન, રજનીકાંત, પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ, અને બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલ જેવી હસતીઓ પણ શપથ ગ્રહણ સમારંભનો હિસ્સો બનશે. સાથો સાથ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અને રતન ટાટાને પણ આમંત્રણ પાઠવ્યું છે. પૂર્વ ખેલાડી પી.ટી.ઉષા, પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, હરભજન સિંહ, બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ, જિમનાસ્ટ દીપા કરમાકરને પણ આમંત્રણ મોકલ્યું છે. પીએમ મોદીના શપથગ્રહણ સમારંભ માટે કરણ જૌહર, કંગના રનોત, અને સંજય લીલા ભણસાલીને પણ નિમંત્રણ મોકલાયું છે. તેમજ અજય પિરામલ, જ્હોન ચેમ્બર્સ અને બિલગેટ્સ જેવા ઉદ્યોગપતિ પણ શપથગ્રહણમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના એમ.ડી. અને ચેરમેન ક્રિસ્ટીન લેગાર્ડને પણ આમંત્રણ પાઠવ્યું છે.

Download Our B K News Today App



Related News