મોદીનો મમતા પર કટાક્ષઃ સૈનિકોની વીરતા નહીં, ચિટફંડ કૌભાંડ અને ઘૂસણખોરીના પુરાવાઓ શોધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 07:08:08
  • Views : 529
  • Modified Date : 2019-04-20 07:08:08

મોદીએ કહ્યું, આખો દેશ કહી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં કંઇક મોટું થવાનું છે. સ્પીડબ્રેકર દીદીને હવે 23 મે બાદ સમજાઇ જશે કે જનતાની સાથે ગુંડાગર્દી કરવા, તેમના પૈસા લૂંટવા અને વિકાસ અટકાવવાનું પરિણામ શું આવે છે.  કેવી રીતે સામાન્ય લોકોએ અમારી બહેનોએ ટીએમસીના ગુંડાઓને સબક શિખવ્યો.  ધમકી છતાં ખેડૂતો, મજૂર, વેપારી, માતા-બહેનો અને નવયુવાનો વોટ આપવા નિકળી ગયા . બંગાળના પહેલા અને બીજા ચરણમાં મતદાનનો જે રિપોર્ટ આવ્યો છે તેણે સ્પીડ બ્રેકર દીદીની ઉંઘ ઉડાડી  દીધી છે. આ ગભરામણમાં જ કેવા પ્રકારના જનઘન્ય અપરાધ થઇ રહ્યા છે, તે પણ દેશ જોઇ રહ્યો છે. પુરૂલિયામાં અમારાં એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી.જે પ્રકારે ફોઇ-ભત્રીજા મળીને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિને અહીંના લોકો બદનામ કરી રહ્યા છે તે શરમજનક છે. 

Download Our B K News Today App



Related News